Big financial help from America to Pakistan to fight terrorism

અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેને ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને બદલાવીને પાકિસ્તાનને એફ-16 ફાઇટર જેટ વિમાનોની જાળવણી કરવા માટે 45 કરોડ ડોલરની નાણાકીય મદદને મંજૂરી આપી છે. પાકિસ્તાનને આ મદદ એટલા માટે કરવામાં આવી છે જેથી તે આતંકવાદના જોખમનો સામનો કરી શકે. છેલ્લા ચાર વર્ષમાં પાકિસ્તાનને આપવામાં આવેલી આ સૌથી મોટી સંરક્ષણ મદદ છે.
અત્રે નોંધનીય છે કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન 2018માં આતંકવાદી જૂથો, અફઘાન તાલિબાન અને હક્કાની નેટવર્ક પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેવા બદલ તેને આપવાની થતી અંદાજે બે બિલિયન ડોલરની નાણાકીય મદદ અટકાવી દીધી હતી. અમેરિકન કોંગ્રેસને આપેલી એક માહિતીમાં વિદેશ વિભાગે જણાવ્યું હતું કે, તેણે F-16 ફાઇટર જેટની જાળવણી માટે પાકિસ્તાનને સંભવિત ફોરેન મિલિટરી સેલ્સ (FMS)ને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.

LEAVE A REPLY

two × two =