નોર્થ કેરોલિનાના પાટનગર રેલીઘમાં તાજેતરમાં ગોળીબારની એક ઘટનામાં પાંચ લોકોના મોત થયા હતા, જેમાં એક પોલીસ અધિકારીનો પણ સમાવેશ થાય છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે શંકાસ્પદ હત્યારાની ધરપકડ કરવામાં આવી છે. રાલીઘના મેયર મેરી-એન્ન બાલ્ડવિને જણાવ્યું હતું કે, ગોળીબારની આ ઘટના ન્યુસ રીવર ગ્રીનવે પાસે ઘટી હતી.
રેલીઘ પોલીસ ડીપાર્ટમેન્ટે પાંચ લોકોના મોતની પુષ્ટી કરી હતી, જેમાં એક સ્થાનિક પોલીસ અધિકારીનો સમાવેશ થાય છે, જેઓ ફરજ પર નહોતા. ગોળીબાર કરનાર મોટી વયના કિશોરને કસ્ટડીમાં રાખવામાં આવ્યો હોવાનું રાલીઘ પોલીસ લેફ્ટેનન્ટ જેસન બોર્નીયોએ જણાવ્યું હતું. આ ઘટનામાં ભોગ બનેલી એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. અન્ય એક ઘાયલ અધિકારીને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જોકે તેમને ત્યાંથી રજા આપવામાં આવી હતી.

LEAVE A REPLY

seven + three =