MLAs in the Gujarat Assembly wore Holi colours
. (ANI Photo)

ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમ વખત વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો (ધારાસભ્યો) મંગળવારે વિધાનસભાની અંદર રંગોથી હોળી રમ્યા હતા. આદિવાસી ધારાસભ્યો પરંપરાગ વેશમાં આવીને કુદરતી રંગથી હોળી રમ્યા હતા. વિધાનસભાના સ્પીકરે પણ તમામને હોળીની શુભકામના પાઠવી હતી.

વિધાનસભા સંકુલમાં હોળીની ઉજવણી કરવા માટે આશરે 100 કિલો કેસુડા ફૂલો લાવવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના ધારાસભ્યોએ આ ફૂલોમાંથી બનાવેલા રંગોથી રમીને હોળીની ઉજવણીમાં ભાગ લીધો હતો.

શાસક ભાજપે આ સંદર્ભે સ્પીકરને દરખાસ્ત કરી હતી અને સ્પીકરે તેને મંજૂરી આપી હતી. બીજા તરફ વિધાનસભા સંકુલમાં હોળીની ઉજવણીનો વિરોધ કરતાં વિપક્ષ કોંગ્રેસે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભા લોકોના પૈસાથી ચાલે છે અને આ રીતે જાહેર ભંડોળનો બગાડ ન થવો જોઈએ.

કોંગ્રેસના નેતાઓએ સોમવારે વિધાનસભામાં જાહેરાત કરી હતી કે તેઓ વિધાનસભા ભવન પરિસરમાં ધુળેટીની ઉજવણીમાં ભાગ લેવાથી દૂર રહેશે.ચૂંટાયેલા ધારાસભ્યો ભૂતકાળમાં વિધાનસભા ભવન બહાર ધુળેટીમાં ભાગ લઈ ચૂક્યા છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે તેઓ વિધાનસભાની હોળી રમ્યા હતા. હોળી ધૂળેટીની ઉજવણી માટે પરિસરમાં શમિયાણા ઉભો કરવામાં આવ્યો હતો. વિધાનસભા સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે ધારાસભ્યો અને વિધાનસભા સચિવાલયના કર્મચારીઓ વચ્ચે આગામી દિવસોમાં ક્રિકેટ મેચનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

 

LEAVE A REPLY

2 × five =