Imran Khan arrested outside Islamabad High Court
(ANI Photo)

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મંગળવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટ (IHC) બહારથી ધરપકડ કરવામાં આવી હતી. ભ્રષ્ટાચારના કેસમાં અર્ધલશ્કરી દળોએ તેમને કસ્ટડીમાં લીધાં હતાં.

ઈમરાન ખાનના સહયોગી અને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના નેતા ફવાદ ચૌધરીએ ઉર્દૂમાં ટ્વિટ કર્યું હતું કે ઈસ્લામાબાદ હાઈકોર્ટ પર રેન્જર્સે કબજો લીધો છે, વકીલો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે, ઈમરાન ખાનની કારને ઘેરી લેવામાં આવી છે. ઇસ્લામાબાદ હાઈકોર્ટની અંદરથી રેન્જર્સ દ્વારા ઈમરાન ખાનનું અપહરણ કરવામાં આવ્યું છે. ઈમરાન ખાનને અજાણ્યા લોકો અજ્ઞાત સ્થળે લઈ ગયા છે.

પીટીઆઈ નેતા અઝહર મશવાનીએ ટ્વિટ કર્યું હતું કે પાર્ટીએ સમગ્ર પાકિસ્તાનમાં વિરોધી દેખાવો કરવાનું એલાન આપ્યું છે. લાહોરના જમાન પાર્કમાં તેમના નિવાસસ્થાન પર પોલીસ દરોડા સહિત અનેક અસફળ પ્રયાસો પછી ઇમરાનની ધરપકડ કરાઈ છે. ઈસ્લામાબાદ પોલીસે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા ઇસ્લામાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ આમર ફારુકે ઈસ્લામાબાદ પોલીસની ટીકા કરી હતી અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે તેઓ “સંયમ” દર્શાવી રહ્યાં છે અને ચેતવણી આપી છે કે જો ઇસ્લામાબાદ પોલીસ વડા કોર્ટમાં હાજર નહીં થાય તો તેઓ PMને “સમન્સ” કરશે. જસ્ટિસ ફારૂકે કહ્યું હતું કે “કોર્ટમાં આવો અને અમને જણાવો કે ઈમરાનની ધરપકડ શા માટે કરવામાં આવી છે અને કયા કેસમાં કરવામાં આવી છે.” ઇમરાન ખાતે તાજેતરમાં એક રેલીમાં આક્ષેપ કર્યો હતો કે તેમની હત્યાના ઓછામાં ઓછા બે પ્રયાસ થયા છે અને તેની પાછળ મિલિટરીનો હાથ છે.

LEAVE A REPLY

5 × two =