Former President of India Ram Nath Kovind visiting the Statue of Unity

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર ખાતે નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે એકતાનગર ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અતિ વિરાટ સરદાર સાહેબની પ્રતિમાના ચરણોમાં પુષ્પાર્પણ કર્યા હતા. જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરીટી તરફથી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનું અધિક કલેકટર હિમાંશુ પરીખ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. ઉપસ્થિત ગાઇડમિત્ર દ્વારા સંસ્કૃત ભાષામાં શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ તેમણે સરદાર સાહેબના જીવનની ઝાંખી કરાવતા પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી. પ્રદર્શનમાં સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબના જીવન-કવન અંગેનું તસ્વીરી પ્રદર્શન પણ તેમણે રસપૂર્વક નિહાળ્યું હતું. સમગ્ર દેશમાંથી એકત્રિત કરવામાં આવેલ લોખંડમાંથી નિર્માણ કરવામાં આવેલ પ્રતિકૃતિની મુલાકાત લઇ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી ખાતેથી લોકમાતા નર્મદા તથા વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાના દર્શન સાથે પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણ્યો હતો.મા નર્મદાના દર્શનથી પવિત્રતાની અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ પણ તેમણે કરી હતી, આ તકે પ્રતિમાના નિર્માણના તકનીકી પાસાંઓ સહિતની જરૂરી વિગતો પૂર્વ રાષ્ટ્રપતિને પૂરી પાડવામાં આવી હતી.

મુલાકાત દરમ્યાન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદે અત્રે પ્રવાસે આવેલા પ્રવાસીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો જેમાં મુંબઇથી આવેલા વયોવૃદ્ધ પ્રવાસી સુશ્રી કે. એન. મહિડા સાથે ચર્ચા કરી તેમની ક્ષેમ કુશળતાના ખબર અંતર પુછ્યા હતા. ત્યારબાદ વ્યુઇંગ ગેલેરીમાં કેનેડાથી આવેલ ૭ વર્ષીય બાળકી ઝંકાર પંડયા સાથે સંવાદ કરતા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ બાળસહજ સ્વભાવને પારખીને “YOU ARE LOOKING SO GORGEOUS ” કહી ચશ્મા પહેરી લેવા આગ્રહ કરી તાળીઓથી ઉત્સાહ વધાર્યો હતો.

LEAVE A REPLY

10 − two =