Former US columnist accuses Trump of rape
અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ફાઇલ ફોટો (Photo by Chip Somodevilla/Getty Images)

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની ભૂતપૂર્વ જાણીતી કોલમિસ્ટ પર બળાત્કાર કર્યો હતો અને તેના પર બદનક્ષીભરી ટીપ્પણી કરી હોવાનું ટ્રમ્પ સામેની યુએસ સિવિલ ટ્રાયલની સુનાવણીમાં જણાવાયું હતું.ટ્રમ્પના વકીલે આ આરોપનો ઇન્કાર કરતા જણાવ્યું હતું કે ફરિયાદી ઇ જીન કેરોલે ફક્ત નાણા મેળવવાના હેતુથી આ આરોપ મૂક્યા છે અને આ સાથે આ કેસની દલીલો સાંભળવાનો પ્રારંભ થયો હતો.

79 વર્ષની કેરોલે જણાવ્યું હતું કે ટ્રમ્પે 1990ના દાયકાની મધ્યમાં મેનહટનમાં ફિફ્થ એવન્યુ ખાતે લક્ઝરી બર્ગડોર્ફ ગૂડમેન ડિપાર્ટમેન્ટ સ્ટોરના ચેન્જ રૂમમાં તેના પર જાતીય હુમલો કર્યો હતો. તેણે કહ્યું હતું કે ટ્રમ્પે કુશળતાપૂર્વક તેની પાસેથી મહિલાના આંતરવસ્ત્રો ખરીદવાની સલાહ માંગી હતી.

તેઓ ડ્રેસિંગરૂમની અંદર ગયા બધુ બદલાઈ ગયુ. આમાં કોઈ ફન નહોતું. ટ્રમ્પ તેના કરતાં લગભગ બમણો હતો, એમ કેરોલના વકીલ શોન ક્રોવલીએ મેનહટન કોર્ટને જણાવ્યું હતું. આ ટ્રાયલ ફોજદારી પ્રકારનો નથી પણ તે ટ્રમ્પના 2024ની સાલમાં પ્રેસિડેન્ટ તરીકેની બીજી ટર્મના અભિયાનને ખોરવી નાખવા માટે કાયદાકીય અવરોધ પડી શકે છે.
ટ્રમ્પ પર પોર્ન સ્ટારને ગુપ્ત રીતે નાણાંની ચૂકવણીના આરોપના સંદર્ભમાં થયેલી ઐતિહાસિક ફોજદારી કાર્યવાહી પછીના ગણતરીના સપ્તાહોમાં આ ટ્રાયલ ચાલે છે. કેરોલે પહેલા આ આરોપ 2019માં ન્યૂયોર્કના એક મેગેઝિનમાં તેણે પ્રકાશિત કરેલા પુસ્તકમાં મૂક્યો હતો.

ટ્રમ્પે તેના પ્રતિસાદમાં જણાવ્યું હતું કે તે તેને ક્યારેય મળ્યો નથી, તે “મારા પ્રકારની” નથી અને તે “સંપૂર્ણપણે ખોટું” બોલી રહી છે. કેરોલે પ્રારંભમાં તો 2019માં ટ્રમ્પ પર બદનક્ષીનો દાવો કર્યો હતો, પરંતુ તેમા તે બળાત્કારનો સમાવેશ કરી શકી નહોતી, કારણ કે કથિત ગુનામાં લાગુ પડતી કાયદાકીય મર્યાદાઓ પૂરી થઈ ગઈ હતી.

પરંતુ ગયા વર્ષે નવેમ્બરમાં ન્યૂયોર્કમાં અમલી બનેલા નવા કાયદામાં જાતીય હુમલામાં પીડિતને આપવામાં આવેલી એક વર્ષની વિન્ડોના લીધે દાયકાઓ પહેલા જાતીય સતામણી કરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહીનો માર્ગ મોકળો થયો હતો. કેરોલના વકીલે નવો સુટ ફાઇલ કરીને ટ્રમ્પ પર બળાત્કારનો આરોપ મૂક્યો હતો. તેમા ટ્રમ્પની તે બદનક્ષીભરી પોસ્ટનો સમાવેશ થાય છે જે તેણે ગયા વર્ષે ઓક્ટોબરમાં સોશિયલ પ્લેટફોર્મ પર મૂકી હતી. આ પોસ્ટમાં તેણે બળાત્કારનો આરોપ નકાર્યો હતો અને કેરોલને જૂઠું બોલનારી કહી હતી.

ક્રોવલીએ જણાવ્યું હતું કે તેણે રીતસર હુમલો જ કર્યો હતો. ટ્રમ્પે કેરોલની પ્રતિષ્ઠા ખતમ કરી નાખી હતી. ટ્રમ્પનું પ્રતિનિધિત્વ કરતા જો ટાકોપિનાએ જણાવ્યું હતું કે જાતીય હુમલાના કોઈ પુરાવા નથી અને કેરોલ ફક્ત રાજકીય કારણોસર અને નાણા મેળવવા સિસ્ટમનો દૂરુપયોગ કરી રહી છે. આ પહેલા પણ ડઝનેક મહિલાઓ ટ્રમ્પ પર જાતીય દુર્વ્યવહારનો આરોપ લગાવી ચૂકી છે. ટ્રમ્પે બધા આરોપોનો ઇન્કાર કર્યો છે અને તેમાથી તેની સામે એકપણ કેસમાં કાર્યવાહી થઈ નથી.

કેરોલ તરફથી આ કેસમાં કોઇપણ પ્રકારની ફોજદારી કાર્યવાહી થઈ શકે તેમ નથી, પરંતુ ટ્રમ્પ હારે છે તો તે જાતીય સતામણીના આરોપમાં પહેલી વખત કાયદાકીય રીતે જવાબદાર બનશે. આ ટ્રાયલ એકથી બે અઠવાડિયા ચાલશે તેમ મનાય છે.

LEAVE A REPLY

15 − 2 =