Five people died after being crushed under the tires of a bus in Kalol
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

સુરતમાં સોમવારે નવી પારડી રોડ પર પીક-અપ વાનનું ટાયર ફાટતા થયેલા અકસ્માતમાં ચાર વ્યક્તિના મોત થયા હતા અને એક વ્યક્તિ ઘાયલ થયા હતા. સુરતના વેલંજાથી નવી પારડી જતા રોડ પર એક પીકઅપ વાન પસાર થઈ રહી હતી ત્યારે અચાનક પીકઅપ વાનનું ટાયર ફાટ્યું હતું, જેના કારણે ડ્રાઈવરે પીકઅપવાન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ડિવાઈડર કુદાવીને સામેની તરફથી આવી રહેલા બે બાઈક સવાર અને રાહદારીને અડફેટે લીધા હતા. અકસ્માતમાં દંપતી સહિત 4 લોકોના મોત થયા હતા. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

મૃતક વિપુલ ગોહિલ અને ગીતાબેન ગોહિલ રજા ગાળવા માટે ફાર્મહાઉસ પર ગયા હતા અને ફાર્મ પરથી પરત આવી રહ્યા હતા ત્યારે અકસ્માતમાં ભોગ બન્યા હતા. જ્યારે અજય એરડા અને ભાવેશ ભરડા બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે તેમનો અકસ્માત થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે પીકઅપ વાનનું ટાયર ફાટતા અકસ્માત થયો હતો. અકસ્માતની ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા અને એક વ્યક્તિ ઘાયલ થયા હતા.

LEAVE A REPLY

seventeen − one =