ફ્રાન્સના નાઇસ શહેરમાં ચર્ચ પરના હુમલાના સ્થળે શહેરના મેયર ક્રિસ્ટીયન એસ્ટ્રોસી મ્યુનિસિપલ પોલીસ સાથે વાતચીત કરી રહ્યા છે. (Courtesy Twitter / @CESTROSI via REUTERS )

ફ્રાન્સના નાઇસ શહેરના એક ચર્ચમાં છરી લઈને આવેલા એક હુમલાખોરે ગુરુવારે એક મહિલાની ગળુ કાપીને હત્યા કરી હતી. આ હુમલાખોરે ચર્ચમાં જ બીજા બે વ્યક્તિની પણ હત્યા કરી હતી, એમ પોલિસી જણાવ્યું હતું. શહેરના મેયરે આ ઘટનાને ત્રાસવાદી કૃત્યુ ગણાવ્યું હતું. આ મહિનાના પ્રારંભમાં ફ્રાન્સમાં એક સ્કૂલ ટીચરની પણ ગળુ કાપીને હત્યા કરવામાં આવી હતી અને તેનાથી ફ્રાન્સ અને કેટલાંક મુસ્લિમ દેશો વચ્ચે વિવાદ ઊભો થયો હતો.

મેયર ક્રિસ્ટીયન એસ્ટ્રોસીએ ટ્વીટર પર જણાવ્યું હતું કે શહેરના નોસ્રે ડેમ ચર્ચમાં આ હુમલો થયો હતો અને પોલીસે હુમલાખોરની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે આ હુમલામાં ત્રણ વ્યક્તિના મોત થયા છે અને બીજા કેટલાંકને ઇજા થઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એક મહિલાનું ગળું કાપી નાંખવામાં આવ્યું હતું. ફ્રાન્સના ત્રાસવાદી વિરોધ વિભાગને આ હુમલાની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ મહિનાના પ્રારંભમાં સ્કૂલ ટીચર સેમ્યુઅલ પેટીની પણ ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરે જણાવ્યું હતું કે તે મોહંમદ પયંગબર સાહેબનું કાર્ટૂન વિદ્યાર્થીઓને બતાવવા બદલ આ ટીચરને સજા આપવા માગતો હતો.

પેટીની હત્યા બાદ સામાન્ય નાગરિકોની સાથે ફ્રાન્સના અધિકારીઓએ કાર્ટૂન દર્શાવવાના તેમના હકના રક્ષણ માટે દેખાવો કર્યો હતો. તેનાથી મુસ્લિમ જગતમાં રોષ ફેલાયો હતો. કેટલાંક મુસ્લિમ દેશોએ ઇસ્લામ વિરોધી એજન્ડા આગળ ધપાવવાનો ફ્રાન્સના નેતા ઇમેન્યુઅલ મેક્રોન પર આક્ષેપ કર્યો હતો.