France beat Morocco in the FIFA World Cup
FIFA વર્લ્ડ કપ 2022 ફાઇનલ માટે ક્વોલિફાય થયા પછી ફ્રાન્સના ફૂટબોલર ઓલિવર ગિરાઉડ અને લુકાસ હર્નાન્ડેઝ ગુરુવારે અલ ખોરના અલ બાયત સ્ટેડિયમ ખાતે ઉજવણી કરી હતી. (ANI ફોટો)

કતારમાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડકપની બીજી સેમિફાઇનલમાં ફ્રાન્સે આફ્રિકન દેશ મોરોક્કોને 2-0થી હાર આપીને ફાઈનલમાં સતત બીજી વાર પ્રવેશ કર્યો હતો. વર્લ્ડકપની ફાઈનલમાં હવે ફ્રાન્સની ટક્કર રવિવારે, 18 ડિસેમ્બરે મેસીની ટીમ આર્જેન્ટિના સાથે થશે. આ પહેલા પ્રથમ સેમિફાઈનલમાં આર્જેન્ટિનાએ ક્રોએશિયાને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. આ જીતને કારણે ફ્રાન્સ હવે સતત બીજી વખત અને ઈતિહાસમાં ત્રીજી વખત વર્લ્ડકપનો ખિતાબ જીતવાથી એક ડગલું દૂર છે. ફ્રાન્સની જીતના હીરો થિયો હર્નાન્ડીઝ અને રેન્ડલ કોલો મુઆની હતા. આ બંને ખેલાડીઓએ એક-એક ગોલ કર્યા હતા.

મોરોક્કોએ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સેમિફાઇનલમાં પ્રવેશ કરનારો પ્રથમ આફ્રિકન દેશ બન્યો હતો.જોકે ફ્રાન્સની સામે જાણો મોરક્કોની મજબૂત દીવાલ ધરાશયી થઈ ગઈ હતી અત્યાર સુધીની તમામ મેચમાં દમદાર પ્રદર્શન કરીને ફેન્સના દિલ જીતનારી મોરક્કોની ટીમે સૌના દિલ જીતી લીધા હતા.

ફ્રાન્સના ફેન્સની ખુશીથી ઝુમી ઉઠ્યા હતા, જ્યારે મોરોક્કોનું વર્લ્ડ કપ મેચ રમવાનું સપનું રોળાઈ ગયું હતું. મોરોક્કોની ટીમ ફિનાલે સુધી ના પહોંચી શકી પણ તેણે અગાઉની તમામ મેચમાં વિરોધી ટીમને કાંટાની ટક્કર આપી હતી.

સેમીફાઈનલમાં ફ્રાન્સની ટીમે શરુઆતથી જ આક્રમકતા બતાવી હતી. પરિણામે ગેમ શરુ થવાની પાંચમી મિનિટમાં જ ટીમ માટે થિયો હર્નાડેઝે ગોલ કરીને સનસની મચાવી દીધી હતી. આ પછી ફ્રાન્સની ટીમ સતત મોરક્કોના ગોલ પોસ્ટ પર વાર કરતી રહી હતી. પ્રથમ હાફમાં ફ્રાન્સની ટીમ 1-0થી આગળ ચાલી રહી હતી. બીજા હાફમાં ફ્રાન્સની ટીમે સ્કોર બમણો કરી લીધો હતો.

LEAVE A REPLY

9 + 20 =