Stefan Rousseau/Pool via REUTERS

વિદાય લઇ રહેલા બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જૉન્સનની ભારત મુલાકાત દરમિયાન જાહેર કરાયેલ મુક્ત વેપાર કરાર (FTA) માટે ઓક્ટોબરના અંતમાં દિવાળીની સમયમર્યાદાને પહોંચી વળવા માટે સઘન રીતે કામ ચાલુ રાખવા વિશાળ પ્રયત્નો આદરવામાં આવ્યા થે.

FTA વાટાઘાટો અંગેના નિવેદનમાં, ડિપાર્ટમેન્ટ ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ (DIT) એ જણાવ્યું હતું કે ‘’પાંચમા રાઉન્ડમાં 85 અલગ-અલગ સત્રો અને 15 નીતિ ક્ષેત્રો પર વિગતવાર ડ્રાફ્ટ સંધિ અંગે ચર્ચા કરાઇ રહી છે. તાજેતરનો રાઉન્ડ 29 જુલાઈના રોજ પૂરો થયો હતો. આ મહિનાના અંતમાં યુકેમાં વધુ ચર્ચા યોજાવાની છે. ભારતીય અને યુકેના અધિકારીઓ ઓક્ટોબર 2022ના અંત સુધીમાં વ્યાપક અને સંતુલિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર મોટાભાગની વાટાઘાટો પૂર્ણ કરવાના અમારા લક્ષ્ય પર સમગ્ર સમર દરમિયાન સઘન રીતે કામ કરવાનું ચાલુ રાખશે. કેટલીક ટીમોએ નવી દિલ્હીમાં મીટિંગ કરી હતી અને મોટાભાગના અધિકારીઓ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા

યુએઈ સાથે તાજેતરમાં જ આ રીતનો કરાર “રેકોર્ડ સમયમાં” કરવામાં આવ્યો હતો.

ગયા મહિને, હાઉસ ઓફ કોમન્સ ઈન્ટરનેશનલ એગ્રીમેન્ટ્સ કમિટીએ ‘યુકે-ઈન્ડિયા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટઃ સ્ક્રુટિની ઓફ ધી ગવર્નમેન્ટ્સ નેગોશિએટિંગ ઉદ્દેશ્યો’ શીર્ષક હેઠળના અહેવાલમાં જૉન્સનની ભારતની મુલાકાત દરમિયાન વાટાઘાટોના નિષ્કર્ષ માટે નક્કી કરેલી દિવાળીની સમયમર્યાદા પર સવાલ ઉઠાવ્યા હતા.