ફેડરલ જ્યૂરીએ સિલિકોન વેલી ટેક્નોલોજી કંપનીના ભૂતપૂર્વ આઇટી પ્રોફેશનલ સિવાનનારાયણ બરામાને કંપનીની સિક્યોરિટીઝમાં નફો મેળવવા માટે કંપનીની ગુપ્ત નાણાકીય ગુપ્ત માહિતીનો ઉપયોગ કરવા બદલ છેતરપિંડીના ચાર ગુનામાં દોષિત ઠેરવ્યો છે. આ અંગેની જાહેરાત યુએસ એટર્ની સ્ટેફની એમ. હિન્ડ્સ અને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સ્પેશિયલ એજન્ટ ઇન ચાર્જ રોબર્ટ કે. ટ્રિપ દ્વારા કરવામાં આવી હતી. ચીફ યુનાઇટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રિક્ટ જજ રિચાર્ડ સીબોર્ગ સમક્ષ એક સપ્તાહની સુધી થયેલી આ કેસની સુનાવણી પછી તેને દોષિત ઠેરવતો ચુકાદો આપવામાં આવ્યો હતો.

બરામા અને તેના સાગરિત પર ડિસેમ્બર 2019માં સિક્યોરિટીઝ છેતરપિંડી અને સિક્યોરિટીઝ છેતરપિંડી કરવાના ષડયંત્રનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેના સાગરિતને 2019માં આ ગુના સંબંધિત આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જ્યારે બરામાની જ્યૂરી ટ્રાયલ આગળ વધી હતી. જ્યૂરીએ બરામા વિરુદ્ધનો ચુકાદો ગત 13 ડિસેમ્બરે આપ્યો હતો.

પાલો અલ્ટો નેટવર્ક્સ ઇન્ક. એક જાહેર કંપની છે, જેની મુખ્ય ઓફિસ કેલિફોર્નિયામાં સાન્ટા ક્લારા ખાતે છે અને તે નાસ્ડેક એક્સચેન્જમાં સ્થાન ધરાવે છે. ફ્રેમોન્ટના રહેવાસી 48 વર્ષીય બરામા સામેના આક્ષેપો અનુસાર તેણે એક ઇન્સાઇડર ટ્રેડિંગ સ્કીમમાં ભાગ લીધો હતો. આ સ્કીમમાં તેણે પાલો અલ્ટો નેટવર્ક્સની ત્રિમાસિક નાણાકીય કામગીરી અંગેની આંતરિક માહિતી જાહેર થાય થાય તે અગાઉ મેળવી લીધી હતી. પછી તેનો તેણે ગેરકાયદે ઉપયોગ કર્યો હતો.
જ્યૂરી સમક્ષ રજૂ કરવામાં આવેલા પુરાવા પ્રમાણે, બરામા અગાઉ પાલો અલ્ટો નેટવર્ક્સમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા. આ દરમિયાન તેની મુલાકાત કંપનીના ઇન્ફર્મેશન ટેક્નોલોજી વિભાગમાં કામ કરતા કર્મચારી સાથે થઈ હતી. આ કર્મચારીએ ઓક્ટોબર 2016થી સપ્ટેમ્બર 2017 કંપનીની ત્રિમાસિક આવક અને નાણાકીય કામગીરી અંગેની અંદરની ગુપ્ત માહિતી મેળવી લીધી હતી. બરામાએ આ નાણાકીય માહિતીનો ઉપયોગ કરીને કંપનીના શેરમાં રોકાણ કર્યું હતું અને અંતે તેમાંથી 7.3 બિલિયન ડોલર જેટલો પાંચ ગણો વધુ નફો મેળવ્યો હતો. જ્યૂરીએ સિક્યુરિટીઝ છેતરપિંડીના વિવિધ ચાર ગુનામાં બરામાને દોષિત ઠેરવ્યો હતો. આ દરેક ગુનામાં બરામાને વધુમાં વધુ 25 વર્ષની જેલ સજા થઇ શકે છે. જોકે, જ્યૂરીએ સિક્યોરિટીઝ છેતરપિંડી કરવાના ષડયંત્રના એક ગુનામાં બરામાને નિર્દોષ જાહેર કર્યો છે. ચીફ યુએસ ડિસ્ટ્રિક્ટ જજ સીબોર્ગે હજુ સુધી બરામા માટે સજાની સુનાવણીની તારીખ નક્કી કરી નથી. તેની સજાની સુનાવણી બાકી હોવાથી તે ત્યાં સુધી બોન્ડ પર મુક્ત રહેશે.

LEAVE A REPLY

five + 7 =