Adani Group sold Myanmar port at huge discount
REUTERS/Francis Mascarenhas

ન્યુયોર્ક સ્થિત ઇન્વેસ્ટમેન્ટ રીસર્ચ કંપની હિન્ડનબર્ગના  23 જાન્યુઆરીના વિસ્ફોટક રીપોર્ટ પછી માત્ર એક મહિનામાં અદાણી ગ્રૂપના ગૌતમ અદાણી વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં ત્રીજા ક્રમથી સીધા 33માં ક્રમે આવી ગયા છે. એક મહિના પહેલા 130 બિલિયન ડોલરની નેટવર્થ સાથે ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા ક્રમના સૌથી અમીર વ્યક્તિ હતા. જોકે હવે ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયેનર લિસ્ટમા ગૌતમ અદાણી 35  બિલિયન ડૉલરની સાથે 33માં નંબરે પહોચી ચૂક્યા છે.

હિન્ડનબર્ગે પોતાના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર અકાઉન્ટિંગ ફ્રોડ, શેરોની કિંમતમાં ઓવરપ્રાઈઝ સહિત કેટલાંક ગંભીર આક્ષેપ મૂક્યા છે. પોતાના રિપોર્ટમાં હિન્ડનબર્ગે કહ્યું હતું કે, અદાણી સૂહની કંપનીઓના શેરના ભાવ 85 ટકા વધુ છે. એક મહિના પછી તેની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. અદાણીના શેર 85 ટકા સુધી ઘટ્યા છે. ગૌતમ અદાણીને જ નહીં તેમના રોકાણકારો પણ ભારે નુકસાન પહોંચ્યુ છે.

ગૌતમ અદાણીની ખાનગી સંપતિ ઘટીને માત્ર 35 અબજ ડૉલર બચી ગઈ છે. 24 જાન્યુઆરીથીા લઈને 24 ફેબ્રુઆરી દરમિયાન ગૌતમ અદાણીની નેટવર્ષ 127 અબજ ડોલરથી ઘટીને 35 અબજ ડૉલર સુધી આવી ગઈ છે. જો બ્લૂમબર્ગ બિલિયેનર ઈન્ડેક્સમાં જોવામાં આવે તો ગૌતમ અદાણી સંપતિ 40 અબજ ડૉલરની આસપાસ રહી ગઈ છે.

LEAVE A REPLY

four − 3 =