RBI bought 10 tonnes of gold in the March quarter
 પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ રવિવારે એક ઈન્ટરનેશનલ ફ્લાઈટના ટોઈલેટમાંથી આશરે રૂ. 2 કરોડની કિંમતના સોનાના ચાર ચોરસા ઝડપી લીધા હતા. વિમાનના ટોયલેટ સાફ કરનારા કર્મચારીને સિંકની પાસે કેટલાંક પેકેટ ચોંટેલા નજરે પડ્યા હતા. એ પછી તેમણે આ વાતની જાણ સ્ટાફ અને કસ્ટમ વિભાગને કરી હતી.

કસ્ટમ વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને ટેપ સાથે ચોંટેલા આ પેકેટને બહાર કાઢ્યું હતું. આ પેકેટમાં કુલ 3969 ગ્રામના સોનાના ચાર બાર્સ હતાં. જેની કિંમત 1 કરોડ 95 લાખ રુપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. સોનાના આ પેકેટને કસ્ટમ અધિનિયમ 1962ની કલમ 110 હેઠળ કબજે કરવામાં આવ્યું છે. સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલા નિવદેનમાં કહેવામાં આવ્યું છે કે, સોનાના બિસ્કુટની કિંમત અંદાજે રુપિયા 1 કરોડ 95 લાખ છે.

LEAVE A REPLY

sixteen + nineteen =