ગંગાચાર્ય ગુરુકુળ સેવા ટ્રસ્ટ મથુરા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની નગરી મથુરામાં રોડ પર રખડતી ગાયોને આશ્રય આપવા માટે શરૂ થનાર ગોપાલ ગૌશાલા વૃંદાવનના લાભાર્થે મથુરામાં શ્રીમદ ભાગવદ કથા સપ્તાહનું આયોજન આગામી તા. 14થી 21 નવેમ્બર દરમિયાન કરવામાં આવ્યું છે.

યુકેથી કથામાં પધારનાર સૌ ભક્તો માટે ટ્રસ્ટ કમિટી દ્વારા રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવનાર છે. કથામાં યજમાન બનવા, સેવા-દાન આપવા કે પધારવા માટે સંપર્ક: રાજુભાઇ આર. શાસ્ત્રી – 07587 983 208 – 0091 94104 44962 Email: [email protected]