Britain works for best FTA for UK and India: Greg Hands

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં તાજેતરમાં યોજાયેલી કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં 25.04.2022ના રોજ ભારત સરકાર અને યુકે તથા નોર્ધન આયર્લેન્ડની સરકાર વચ્ચેના શૈક્ષણિક લાયકાતોની પરસ્પર માન્યતા માટે સમજૂતી કરારને મંજૂરી આપવામાં આવી હતી.
ભારત અને યુકે વચ્ચે લાયકાતોની પરસ્પર માન્યતાનો હેતુ શૈક્ષણિક સહયોગ અને વિદ્યાર્થીઓની ગતિશીલતાને પ્રોત્સાહન આપવાનો છે. યુકે તરફથી તેમના એક વર્ષના માસ્ટર્સ પ્રોગ્રામને માન્યતા આપવાની વિનંતી પર વિચાર કરવામાં આવ્યો હતો અને નવી દિલ્હીમાં અગાઉ બંને દેશોના શિક્ષણ પ્રધાનો વચ્ચેની બેઠક દરમિયાન સંયુક્ત ટાસ્ક ફોર્સની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યાર પછી સમયાંતરે વિગતવાર ચર્ચા-વિચારણા કરીને બંને પક્ષો એમઓયુના ડ્રાફ્ટ પર સંમત થયા હતા.
એમઓયુનો હેતુ બંને દેશોની શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા શૈક્ષણિક લાયકાત, હાથ ધરાયેલા અભ્યાસના સમયગાળા, શૈક્ષણિક ડિગ્રી/લાયકાત અને માન્યતા સાથે સંબંધિત દસ્તાવેજોની પરસ્પર માન્યતાને સરળ બનાવવાનો છે. એન્જિનિયરિંગ, મેડિસિન, નર્સિંગ અને પેરા-મેડિકલ એજ્યુકેશન, ફાર્મસી, લો અને આર્કિટેક્ચર જેવી પ્રોફેશનલ ડિગ્રીઓ આ એમઓયુના દાયરામાં છે. તે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ વચ્ચે સંયુક્ત/દ્વિ ડિગ્રી અભ્યાસક્રમોની સ્થાપનાને પણ સરળ બનાવશે, જેનો શિક્ષણના ઇન્ટેલ-રાષ્ટ્રીયકરણ માટે NEP 2020 હેઠળના ઉદ્દેશોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ એમઓયુ શૈક્ષણિક માળખું, કાર્યક્રમો અને ધોરણો વિશે માહિતીના દ્વિપક્ષીય આદાનપ્રદાનને પ્રોત્સાહન આપશે અને બંને દેશો વચ્ચે વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોની ગતિશીલતામાં વધારો કરશે. તે શિક્ષણ ક્ષેત્રમાં સહકારના અન્ય ક્ષેત્રોને પણ પ્રોત્સાહિત કરશે, પક્ષો દ્વારા પરસ્પર સંમત થયા મુજબ અભ્યાસ કાર્યક્રમોના વિકાસને પણ પ્રોત્સાહન મળશે.
આ એમઓયુ બંને દેશોની રાષ્ટ્રીય નીતિ, કાયદા, નિયમો અને વિનિયમો હેઠળ મંજૂર કરેલ લાયકાતની સ્વીકાર્યતાના સંદર્ભમાં સમાનતા અનુસાર સમાનતાને માન્યતા આપશે.

LEAVE A REPLY

20 − thirteen =