India imposes restrictions on rice exports
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારત સરકારે ઘરેલુ બજારમાં ચોખાના વધતાં જતાં ભાવને અંકુશમાં લેવા માટે નવી માર્ગરેખા જારી કરી છે. આ નવી ગાઇડલાઇન મુજબ રાજ્ય સરકાર ભારતીય અન્ન નિગમ (FCI) પાસેથી રૂ.3400 પ્રતિ ક્વીંટલના ભાવે ખરીદી શકશે. રાજ્યોને પ્રતિ કિલો રૂ.34માં ચોખા મળશે.

કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન 2023 મુજબ અલગ અલગ જાતના ચોખાના ભાવ નક્કી કરવામાં આવશે. અને તે મુજબ FCI રાજ્ય સરકારને આ ચોખા આપશે. દેશમાં ચાલી રહેલી અનાજની ખરીદી પર કેન્દ્ર સરકાર નજર રાખી રહી છે. નવી ગાઈડલાઈન મુજબ જે રાજ્યોમાં ડાંગરની ખરીદી વધારે છે. ત્યા ખાનગી કંપનીઓ ચોખા ખરીદી શકશે નહી. આ નિયમ હેઠળ માત્ર ઇથેનોલ બનાવતી કંપનીઓને જ છૂટ આપવામા આવી છે. જે રાજ્યોમાં ડાંગરની ખરીદી ઓછી છે અથવા ડાંગરની ખરીદી લક્ષ્ય કરતાં ઘણી પાછળ છે, ત્યાં ખાનગી કંપનીઓ ચોખા ખરીદશે. ચોખા ખરીદવા માટે ઈ-નિલામી કરવામાં આવશે. તેની પરમિશન ખાદ્ય મંત્રાલય પાસેથી મળશે.

LEAVE A REPLY

1 × 5 =