ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે રાહુલ ગાંધીની નવી દિલ્હીમાં બેઠક (PTI Photo)

દિલ્હીમાં કોંગ્રેસના હાઇકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા વડાની પસંદગી કરવાની કવાયત ચાલુ કરી છે. આ કવાયતના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી શુક્રવારે નવી દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યા હતા.

નવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના સભ્યોની પસંદગી કરવા માટે ગુજરાત કોંગ્રેસના 15 નેતાઓનું પ્રતિનિધિમંડળ ગુરુવારની રાત્રે નવી દિલ્હી પહોંચ્યું હતું. તેઓ આ મુદ્દે રાહુલ ગાંધી સાથે ચર્ચા કરશે. પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ, અર્જૂન મોઢવાડિયા, નારણ રાઠવા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી, ગ્યાસુદ્દીન શેખ અને જિગ્નેશ મેવાણીનો સમાવેશ થાય છે.

2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિરોધ પક્ષ નેતાના હોદ્દા ખાલી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી સાથેની બેઠક માટે હાર્દિક પટેલ અને મેવાણીને પ્રાથમિકતા આપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે રૂબરુ બેઠક કરી રહ્યાં છે. એક કેમ્પ 61 વર્ષના શક્તિસિંહ ગોહિલને પ્રદેશ પ્રમુખ બનાવવા માગે છે.

બીજુ જૂથ 28 વર્ષના હાર્દિક પટેલને પ્રદેશ બનાવવા માગે છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાએ રાજીનામાં આપ્યા બાદ કોંગ્રેસના કાયમી નેતા નથી. આ સંજોગોમાં હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રસને ફરીથી બેઠી કરવા માટે તથા સંગઠનમાં નવી નિમણૂકો સાથે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટેની ગતિવિધિઓ શરૂ કરી છે, જેના ભાગરૂપે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ગુજરાત આવીને પ્રદેશના સિનિયર આગેવાનો સાથે બેઠકો કરી નવા પ્રમુખ સહિતના સંગઠનની નવરચના અંગે ચર્ચાઓ કરી હતી