ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટ આધારિત કોરોનાની ત્રીજી લહેર સોમવાર, 24 જાન્યુઆરીએ સતત બીજા દિવસે ધીમી પડી હતી. રાજ્યમાં 20 જાન્યુઆરીએ કોરોનાના નવા 24,485 કેસ નોંધાયા હતા, જે 24 જાન્યુઆરીએ ઘટીને 13,805 થયા હતા. જોકે એક દિવસમાં 25 લોકોના મોત થયા હતા. તેનાથી કુલ મૃત્યુઆંક વધીને 10,272 થયો હતો.

આરોગ્ય વિભાગના સોમવાર સાંજના ડેટા મુજબ નવા કેસો સામે રાજ્યમાં 13,769 દર્દી સાજા થયા હતા અને રિકવરી રેટ સુધરીને 86.49 ટકા થયો હતો. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા આશરે 1.35 લાખ રહી હતી, જેમાંથી 284 દર્દી વેન્ટિલેટર પર હતા અને બીજા દર્દીની હાલત સ્થિર હતી. નવા કેસો પૈકી સૌથી વધુ અમદાવાદમાં 4,441 કેસ નોંધાયા હતા, જ્યારે વડોદરામાં 3,255, રાજકોટમાં 1149, સુરતમાં 1374, ગાંધીનગરમાં 473 અને ભાવનગરમાં 322 કેસ નોંધાયા હતા.