ગુજરાત ભાજના પ્રમુખ સી આર પાટિલનો કોરોના વાઇરસનો બીજો રિપોર્ટ 14 સપ્ટેમ્બરે પોઝિટીવ આવ્યો હતો. રવિવારે બીજો RT-PCR ટેસ્ટ હતો અને તે પોઝિટિવ આવ્યો હતો. ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાલ એપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમ્યાન સતત રેલી અને સભાઓ કરતા તેઓ કોરોના સંક્રમિત થયા હતા અને બીજા લોકોને પણ વાઇરસનો ચેપ લાગ્યો હોવાની શક્યતા છે. કોરોનાના વધતાં જતા સંક્રમણ વચ્ચે પણ પ્રદેશ પ્રમુખ પાટીલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો પ્રવાસ કર્યો હતો. જેમાં માસ્ક અને સોશિયલ ડિસટન્સના નિયમોનું ઉલ્લંઘન થતાં વિવાદ ઊભો થયો હતો.