. (ANI Photo)
ગુજરાત વિધાનસભાની ગત 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં યોજાયેલી ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સરેરાશ 64.22 ટકા મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે સરેરાશ 63.31 ટકા મતદાન થયું હતું, જ્યારે બીજા તબક્કામાં મધ્ય અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં 65.22  ટકા મતદાન થયું હતું. આ વખતે મતદાન નિસ્તેજ રહેતા 2017ની ચૂંટણીમાં સરખામણીમાં આશરે 3 ટકા ઓછું મતદાન હતું. 2017ની ચૂંટણીમાં રાજ્યમાં 68.41 ટકા મતદાન થયું હતું.
ચૂંટણીનું રિઝલ્ટ 8 ડિસેમ્બરે જાહેર થશે. બંને તબક્કાની ચૂંટણી પછી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા, પાટીદાર નેતા હાર્દિક પટેલ, ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અને આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાનના ઉમેદવાર ઇસુદાન ગઢવી સહિત કુલ 1,620 ઉમેદવારોનું ભાવિ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)માં સીલ થયું હતું. ઇસુદાન ગઢવી સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. AAP રાજ્ય એકમના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સુરતના કતારગામથી ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત લલિત કગથરા, લલિત વસોયા, રૂત્વિક મકવાણા અને મોહમ્મદ જાવેદ પીરઝાદા જેવા કોંગ્રેસના ધારાસભ્યો પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર પ્રદેશની બેઠકો પરથી મેદાનમાં છે.
આમ આદમી પાર્ટી (AAP)  88 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. સુરત પૂર્વ મતવિસ્તારમાંથી તેના એક ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. BSPએ 57 ઉમેદવારો, BTPએ 14 અને CPI-Mએ ચાર ઉમેદવારો ઊભા રાખ્યા છે
182 સભ્યોની વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, આમ આદમી પાર્ટી (આપ)ના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર ઇસુદાન ગઢવી અને કોંગ્રેસના વિપક્ષના નેતા સુખરામ રાઠવા સહિતના રાજકીય નેતાઓ મતદાન કર્યું હતું.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે બીજા તબક્કામાં 14 જિલ્લાઓમાં 93 બેઠકો 65.22 ટકા મતદાન થયું હતું.  આ 93 બેઠકો પર 2017ની 69.99 ટકા મતદાન થયું હતું.
ચૂંટણીપંચના મંગળવારના તાજા ડેટા મુજબ 21 બેઠકો ધરાવતા અમદાવાદ જિલ્લામાં સૌથી ઓછું 59.10 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે બનાસકાંઠા જિલ્લો 72.49 ટકા મતદાન સાથે ટોચ પર રહ્યો હતો. ઉત્તર ગુજરાતનો સાબરકાંઠા જિલ્લો 71.43 ટકા મતદાન સાથે બીજા ક્રમે રહ્યો હતો, ત્યારબાદ ખેડા 68.55 ટકા, પંચમહાલ 68.44 ટકા, આણંદ 68.42 ટકા, અરવલ્લી 67.55 ટકા, ગાંધીનગર 66.90 ટકા, મહેસાણા 46.26 ટકા, પાટણ 26 ટકા. ટકા, છોટા ઉદેપુર 65.48 ટકા, વડોદરા 65.24 ટકા, મહિસાગર 61.69 ટકા અને દાહોદ 60.07 ટકા મતદાન નોંધાયું હતું.
બીજા તબક્કાના ચૂંટણીના મેદાનમાં રહેલા અગ્રણી ઉમેદવારોમાં ઘાટલોડિયાથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, વિરમગામથી પાટીદાર નેતા હાર્દિક પટેલ અને ગાંધીનગર દક્ષિણથી ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, ખેડા અને છોટા ઉદેપુર જિલ્લામાં બેઠકો પર મતદાન થયું હતું.
વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP), કોંગ્રેસ અને અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ત્રિપાંખિયો જંગ હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 અને 2 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં બે રોડ-શો સહિત ભાજપ માટે ધુઆંધાર પ્રચાર કર્યો હતો. મોદીએ છેલ્લા બે દિવસમાં પંચમહાલ, છોટાઉદેપુર, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, આણંદ અને અમદાવાદ જિલ્લામાં સાત ચૂંટણી રેલીઓને પણ સંબોધી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદ અને વાઘોડિયામાં રેલીઓને સંબોધી હતી.

LEAVE A REPLY

10 + eleven =