32 transgenders were murdered this year in America

અમેરિકામાં બફેલો, ન્યૂ યોર્ક, ટેક્સાસમાં અંધાધૂંધ ગોળીબારની ઘટનાઓ બાદ પ્રેસિડન્ટ જો બાઇડનની સરકાર ગન કલ્ચર પર લગામ મૂકવા સક્રિય બની છે. અમેરિકાના પ્રતિનિધિ ગૃહમાં ગન કંટ્રોલ ખરડાને બહાલી મળી છે. તેનાથી સેમી ઓટોમેટિક રાઇફલની ખરીદી માટેની વયમર્યાદામાં વધારો થશે તથા 15 રાઉન્ડથી વધુ ક્ષમતા સાથેના એમ્યુનિશન મેનેઝિન્સના વેચાણ પર પ્રતિબંધ આવી શકે છે.

આ ખરડા પર બંને પક્ષોએ તેમની વિચારસરણી મુજબ મતદાન થયું હતું અને તેને 223-204થી મંજૂરી મળી હતી. જોકે આ ખરડો કાયદો બનાવાની લગભગ શક્યતા નથી, કારણ કે સેનેટ માનસિક આરોગ્ય પ્રોગ્રામમાં સુધારો, સ્કૂલ સિક્યોરિટીને મજબૂત કરવા તથા બેકગ્રાઉન્ડ ચેકમાં વધારો કરવા પર ફોકસ કરીને મંત્રણા કરી રહી છે.

રિપબ્લિકન સભ્ય વેરોનિકા એસ્કોબારે જણાવ્યું હતું કે આપણે દરેકના જીવનને બચાવી ન શકીએ, પરંતુ આપણે પ્રયાસ ન કરવા જોઇએ?  અમે લોકોનો અવાજ સાંભળીએ છીએ અને આજે ગૃહ તમારી માગણી મુજબ પગલાં લઈ રહ્યું છે. કોણ તમારા સમર્થનમાં છે અને કોણ નથી તેની નોંધ લેજો.

તાજેતરની શૂટિંગની ઘટનાના પીડિતો અને તેમના પરિવાજનજનોની હૃદયદ્વાવક જુબાની સાંભળ્યા બાદ હાઉસ કમિટીએ આ પગલું લીધું છે. જુબાનીમાં 11 વર્ષની બાળકી મીહ સેરિલ્લો જણાવ્યું હતું કે ઉવાલ્ડે સ્કૂલમાં શૂટિંગની ઘટના સમયે તેને બચવા માટે એક મૃતકના લોહીથી પોતાનું મોઢું ઢાંકી દીધું હતું.

ફાયરિંગની વણથંભી ઘટનાઓથી અમેરિકાની  સંસદને ભાગ્યે જ અસર થાય છે, પરંતુ ઉવાલ્ડેની સ્કૂલમાં 19 બાળકો હત્યા બાદ ગન કલ્ચર પર લગામ મૂકવાના પ્રયાસો ચાલુ કર્યા છે.

પ્રતિનિધિગૃહના સ્પીકર નેન્સી પેલોસીએ જણાવ્યું હતું કે ગૃહમાં મતદાતથી પ્રગતિ કરવામાં ઇતિહાસ બનશે. જોકે બુધવારના મતદાન બાદ આ ખરડો આગળ વધશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા છે, કારણ કે રિપબ્લિકન સાંસદો તેનો ભારે વિરોધ કરી રહ્યાં છે.