Hansika Motwani married her business partner Sohail
(ANI Photo)

ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ બોલિવૂડ એક્ટ્રેસ હંસિકા મોટવાણીએ તેના બિઝનેસ પાર્ટનર તથા મિત્ર સોહેલ કથુરિયા સાથે રવિવારે (4 ડિસેમ્બરરાજસ્થાનના જયપુરમાં મુંડોટા ફોર્ટ એન્ડ પેલેસમાં લગ્ન કર્યા હતા. આ ભવ્ય લગ્નમાં તેમના પરિવાર અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. 

લગ્ન સમયે હંસિકા રેડ બ્રાઇડલ લહેંગામાં જોવા મળી હતીસોહેલ સફેદ રંગની શેરવાની પહેરી હતી. આ દરમિયાનહંસિકા અને સોહેલના લગ્નમાં પહોંચેલા ખાસ મહેમાનોને રાજસ્થાની વાનગીઓ પણ પીરસવામાં આવી હતીમીડિયા રિપોર્ટ્સ પ્રમાણેસોહેલ એક બિઝનેસમેન છેસોહેલ અને હંસિકા બિઝનેસ પાર્ટનર છે. 2020થી બંને એક ઇવેન્ટ પ્લાનિંગ કંપની ચલાવે છે. 

હંસિકાએ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરી હતીએક્ટ્રેસે ‘શાકા લાકા બૂમ બૂમ‘ જેવા ટીવી શોથી આગવી ઓળખ બનાવી હતીતેણે ‘કોઈ મિલ ગયા‘ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતુંહંસિકાએ 2003માં ફિલ્મ ‘હવા’માં તબુની દીકરીની ભૂમિકા ભજવી હતીજોકેતેને સાચી ઓળખ તો ‘કોઈ મિલ ગયા’થી મળી હતી. આ ફિલ્મમાં તે રીતિક રોશનની ફ્રેન્ડની ભૂમિકામાં જોવા મળી હતી. 

LEAVE A REPLY

eighteen + 6 =