અમેરિકાના કેબ્રિજમાં પ્રખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીનું ઐતિહાસિક સંકુલ (istockphoto.com)

ચીનને ઝટકો આપતી એક હિલચાલમાં અમેરિકાની પ્રખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીએ આગામી વર્ષથી તેનો ચાઈનીઝ લેંગ્વેજ પ્રોગ્રામ તાઇવાનની રાજધાની તાઇપેઇમાં ખસેડવાનો નિર્ણય કર્યો છે. ચીનની સંસ્થામાં બિનઆવકાર્ય વાતાવરણને કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

હાર્વર્ડ બેઇજિંગ એકેડમી સમર સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના ડિરેક્ટર જેનિફર લીએ સ્ટુડન્ટ ન્યૂઝપેપર હાર્વર્ડ ક્રિમસનને જણાવ્યું હતું કે આ પ્રોગ્રામ બેઇજિંગ લેંગ્વેજ એન્ડ કલ્ચર યુનિવર્સિટી (BLCU)માં ચાલે છે, પરંતુ ત્યાં મિત્રતાપૂર્ણ વાતાવરણનો અભાવ હોવાથી આ પ્રોગ્રામ તાઇપેઇમાં ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ આઇવી લીગ અમેરિકન યુનિવર્સિટી દ્રારા પ્રોગ્રામને તાઇવાનમાં ખસેડવાનો નિર્ણય ચીન માટે એક ઝટકા સમાન છે, કારણ કે ચીન તાઇવાનને પોતાનો એક ભાગ ગણે છે. લીએ જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં હાર્વર્ડ પ્રોગ્રામને જરૂરી ક્લાસરૂમ અને ડોર્મ્સની સુવિધા મેળવવામાં મુશ્કેલી પડતી હતી. ઉદાહરણ તરીકે BLCUએ તમામ વિદ્યાર્થીઓ માટે એક પણ ડોર્મ્સ પૂરો પાડ્યો ન હતો. આની જગ્યાએ અલગ-અલગ ક્વોલિટીના એક ડોર્મ્સમાં પ્રોગ્રામના વિભાજની માગણી કરી હતી. જો આવું ન કરી શકાય તો તમામ વિદ્યાર્થીઓની એકસાથે રાખી શકાય તે માટે એક હોટેલ શોધવાનું સૂચન કર્યું હતું.

લીએ જણાવ્યું હતું કે તેમના પૂરી પાડવામાં આવી સુવિધામાં અમે ક્વોલિટી સાથે પ્રોગ્રામ ચાલુ રાખી શકીએ નહીં. હાર્વર્ડ ક્રિમસનના અહેવાલ મુજબ અમેરિકાની સંસ્થાઓ પ્રત્યે ચીન સરકારના વલણમાં ફેરફાર થયો છે. જિનપિંગ વડા બન્યા બાદ તેમાં વધુ વધારો થયો છે. ભૂતકાળમાં આ પ્રોગ્રામના વિદ્યાર્થીઓ 4 જુલાઇએ અમેરિકાના સ્વતંત્રતા દિનની ઉજવણી કરવા નાની પાર્ટી રાખતા હતા. આ પાર્ટીમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી પિત્ઝા ખાતા અને રાષ્ટ્રગાન કરતાં હતા. જોકે 2019માં આદેશ આપવામાં આવ્યો હતો કે આ પ્રોગ્રામ હેઠળ હોલિડે પાર્ટી રાખી શકાશે નહીં.