પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અગ્રણી આઇટી કંપની એચસીએલ ટેકનોલોજીએ ટોપ પરફોર્મરને ઇનામમાં મર્સિડીઝ બેન્ઝ આપવાની યોજના બનાવી છે. કંપનીએ બોર્ડમાં આ દરખાસ્ત કરી છે. કંપની આવું પ્રથમ વખત કરી રહી નથી. અગાઉ 2013માં કંપનીએ ટોચનો દેખાવ કરનારા કર્મચારીઓને 50 મર્સિડિઝ બેન્ઝ કાર આપી હતી.

ટેક અને આઇટી કંપનીઓ તેમના કર્મચારીઓને જાળવી રાખવા માટે આકર્ષક ઓફરોમાં તેજી લાવી રહી છે. નવા કમર્ચારીઓની  ભરતી પર કંપનીને 20 ટકા મોંઘુ પડે છે, જેથી તે જુના કમર્ચારીઓને કંપનીમાં ટકાવી રાખવા માંગતી હોય છે. આ માટે કંપનીઓ કેશ બેઝડ ઈન્સેન્ટિવ એક અન્ય રીતે કમર્ચારીઓને પોતાની કંપનીમાં જોડી રાખે છે.

HCLના ચીફ હ્યુમન રિસોર્સિસ ઓફિસર અપ્પારાવ વીવીએ જણાવ્યું હતું કે દરખાસ્ત મંજૂરી માટે બોર્ડ પાસે છે. કંપનીએ 2013માં ટોચના પરફોર્મર્સને 50 મર્સિડીઝ બેન્ઝ કાર આપી હતી પરંતુ બાદમાં આ પ્રથા બંધ કરી દીધી હતી. તેઓએ ઉમેર્યું હતું કે રિપ્લેસમેન્ટ હાયરિંગ કોસ્ટ 15-20 ટકા વધુ રહે છે. એટલે અમે અમારા વર્કફોર્સને કુશળ બનાવવા સક્રિયરુપથી ભાગ લઈ રહ્યા છીએ.   એચસીએલ ટેકનોલોજીઓ વર્તમાન નાણાકીય વર્ષમાં 22000 ફ્રેશર્સ નિયુક્ત કરવાની યોજના ધરાવે છે. ગયા વર્ષે 15600 ફ્રેશર્સની ભરતી કરાઈ હતી. અપ્પારાવ વીવીના જણાવ્યા અનુસાર HCL પાસે ત્રણ વર્ષની રોકડ પ્રોત્સાહન સ્કીમની સાથે એક સારું રિટેંશન પેકેજ પણ છે જે પ્રતિવર્ષ CTCના 50-100 ટકા છે. લીડરશીપ ટીમ્સમાં ઓછામાં ઓછી 10 ટકા મહત્વપૂર્ણ પ્રતિભાઓને તેનો લાભ થયો છે.