Helipads will be constructed at every army post on the China border in Arunachal
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

લડાખમાંથી ભારત અને ચીન તેના સૈનિકો પાછા બોલાવી લેવાની જાહેરાત કરી છે ત્યારે ભારત સરકારે અરુણાચલપ્રદેશમાં ચીન સાથેની સરહદ પર આર્મીની યુદ્ધ માટેની તૈયારીમાં વધારો કરવાની મેગા કવાયતના હાથ ધરી છે. અરુણાચલપ્રદેશમાં ચીનની સરહદની સુરક્ષા કરતી તમામ અગ્રીમ પોસ્ટ્સ પર ઓછામાં ઓછું એક વિશાળ હેલિપેડ તૈયાર કરવામાં આવશે. તેનાથી મલ્ટી રોલ હેલિકોપ્ટર ચીનૂકના ઉપયોગથી લશ્કરી દળ અને લશ્કરી સરંજામની ઝડપથી હિલચાલ થઈ શકશે, એમ વરિષ્ઠ લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું.

ચીન સાથેની વાસ્તવિક અંકુશરેખા પર ચીનની ગતિવિધિ પર ચાંપતી દેખરેખને વધુ મજબૂત બનાવવા માટે દરેક અગ્રીમ પોસ્ટ્સ અને આર્મી એકમોને ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કથી જોડવામાં આવશે. આ ઉપરાંત તમામ પાસે અલગ સેટેલાઇટ ટર્મિનલ હશે.

છેલ્લાં બે વર્ષમાં આર્મી એકમોને નવા ઘાતક હથિયાર, રિમોટ પાઇલટ એરફ્રાક્ટ સિસ્ટમ, ઓલ ટેરેન વ્હિકલ્સ અને કમ્યુનિકેશન તથા સર્વેલન્સ સાધનોથી સજ્જ કરવામાં આવી છે. આર્મીએ એલએસી પર ચીનની ગતિવિધિ પર નજર રાખવા તમામ અગ્રીમ પોસ્ટ્સ માટે સ્વદેશી રિમોટ પાઇલટ એરફ્રાસ્ટ સ્વીચ મોટાપાયે તૈનાત કર્યા છે. ઇસ્ટર્ન અરુણચાલપ્રદેશમાં માઉન્ટેન બ્રિગેડના કમાન્ડર બ્રિગેડિયર ટીએમ સિંહાએ જણાવ્યું હતું કે ઇસ્ટર્ન સેક્ટરમાં સરહદી વિસ્તારોમાં અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર મોટાપાયે કામ કરી રહ્યાં છે.

LEAVE A REPLY

five × 2 =