Hindenburg shakes up Adani empire, wipes $100 billion in market value
Getty Images)

અમેરિકાની સ્ટોક રિસર્ચ કંપની હિન્ડનબર્ગના ગંભીર આક્ષેપોથી અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોના ભાવમાં બે દિવસમાં 51 બિલિયન ડોલરનું ધોવાણ થયું હતું. ગ્રૂપ શેરોમાં રિકવરી આવે તે પહેલા હિન્ડનબર્ગે 84 વિસ્ફોટક સવાલોનો જવાબ આપવા અદાણીને પડકાર ફેંક્યો હતો. હિન્ડનબર્ગે ગૌતમ અદાણીના નાના ભાઈ રાજેશ અદાણીની કથિત ગેરરીતિઓ, અદાણી ગ્રૂપની ટેક્સ હેવન દેશોમાં અનેક એન્ટીટીઓ અને તેમના અદાણી ગ્રૂપની કંપનીઓમાં સંદિગ્ધ રોકાણ વગેરે અંગે સવાલો કર્યા હતા.

હિન્ડનબર્ગે જણાવ્યું છે કે ટીકાને આવકારવા અને પારદર્શિતા અપનાવવાના ગૌતમ અદાણીના દાવાઓને જોતાં, અમે આશા રાખીએ છીએ કે અદાણી જૂથ નીચેના પ્રશ્નોના જવાબ આપશે.

-બિલિયોનેર ગૌતમ અદાણીના નાના ભાઈ રાજેશ અદાણી સામે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ 2004-2005માં હીરાના વેપારની ઇમ્પોર્ટ/એક્સપોર્ટ સ્કીમ મુખ્ય ભૂમિકાનો આરોપ મૂક્યો હતો. આ પછી કસ્ટમ્સ ટેક્સ ચોરી, બનાવટી આયાત દસ્તાવેજો અને ગેરકાયદે કોલસાની આયાતના આરોપમાં તેમની બે વાર ધરપકડ કરાઈ હતી. આવો ઇતિહાસ હોવા છતાં તેમણે અદાણી ગ્રૂપમાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકે શા માટે પ્રમોટ કરાયા?

– વીજળીની આયાતના ઓવર-ઇનવોઇસિંગની ડીઆરઆઇ તપાસના ભાગરૂપે અદાણીએ દાવો કર્યો હતો કે વિનોદ અદાણી કોઇપણ ગ્રૂપ કંપનીમાં સામેલ નથી. આવા દાવા પછી પણ 2009માં અદાણી પાવરના પ્રિ-આઇપીઓ પ્રોસ્પેક્ટરમાં જણાવાયું હતું કે વિનોદ અદાણી આ ગ્રૂપની ઓછામાં આછી 6 કંપનીના ડાયરેક્ટર છે. શું નિયમનકારને વિનોદ અદાણી અંગે આપવામાં આપેલું ઓરિજિનલ નિવેદન ખોટું હતું?

– ગૌતમ અદાણીના સંબંધી સમીર વોરા સામે ડીઆરઆઈએ ડાયમંડ ટ્રેડિંગ કૌભાંડના રિંગલીડર હોવાનો અને નિયમનકારોને વારંવાર ખોટા નિવેદનો આપવાનો આરોપ મૂક્યો હતો. તેમણે અદાણી ઓસ્ટ્રેલિયા ડિવિઝનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે શા માટે પ્રમોટ કરાયા?

– APMS ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રેસ્ટા ફંડ, LTS ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ઇલારા ઇન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ અને ઓપલ ઇન્વેસ્ટમેન્ટ્સ જેવા મોરેશિયસ સ્થિત એકમો અદાણી-લિસ્ટેડ કંપનીઓમાં કુલ $8 બિલિયનનું રોકાણ ધરાવે છે. આ એકમોના ભંડોળનો મૂળ સ્ત્રોત શું છે?

– મોન્ટેરોસા ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ સાથે સંકળાયેલા એકમો અદાણીના શેરોમાં $4.5 બિલિયનની માલિકી ધરાવે છે. મોન્ટેરોસાના CEOએ હીરાના ભાગેડુ વેપારી જતીન મહેતા સાથે 3 કંપનીઓમાં ડાયરેક્ટર તરીકે સેવા આપી હતી, તેમના પુત્રના લગ્ન વિનોદ અદાણીની પુત્રી સાથે થયા છે. મોન્ટેરોસા, તેના ભંડોળ અને અદાણી પરિવાર વચ્ચેના શું સંબંધો છે?

-અદાણીના શેરોમાં $3 બિલિયન ડોલરનું હોલ્ડિંગ ધરાવતી કંપની ઇલારાના પૂર્વ ટ્રેડરે અમને જણાવ્યું હતું કે તે સ્પષ્ટ છે કે અદાણી શેરનું નિયંત્રણ કરે છે. અદાણીની બેનિફિશિયલ ઓનરશીપને છુપાવવા માટે ઇરાદાપૂર્વક આખું માળખું તૈયાર કરાયું છે. અદાણી તેનો શું જવાબ આપે છે?

-લીક થયેલા ઈમેઈલ દર્શાવે છે કે ઈલારાના CEOએ કુખ્યાત સ્ટોક મેનીપ્યુલેટર ધર્મેશ દોશી સાથે ટ્રાન્ઝેક્શન કર્યા હતા. દોશી કથિત હેરાફેરી પ્રવૃત્તિ માટે ભાગેડુ બન્યા હતા. અદાણીના શેરોમાં ઇલારાનો સૌથી મોટા પબ્લિક શેરહોલ્ડર તરીકે સમાવેશ થાય છે ત્યારે અદાણી આ સંબંધોનો કેવી રીતે પ્રતિભાવ આપે છે? ઈલારા ફંડ્સ અને અદાણીમાં તેમના રોકાણ માટે ભંડોળનો મૂળ સ્ત્રોત શું હતો?

-અદાણી એમિકોર્પ નામની આંતરરાષ્ટ્રીય કંપની સાથે વ્યાપક પણે કામગીરી કરે છે. ઇન્ટરનેશનલ સ્કેન્ડલમાં એમીકોર્પે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આમ છતાં અદાણીએ એમિકોર્પ સાથે કામ કરવાનું શા માટે ચાલુ રાખ્યું છે?
-ઓપલ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ અદાણી પાવરમાં 4.69 ટકા હિસ્સો ધરાવે છે. આ કંપનીની સ્થાપના વિનોદ અદાણી સાથે જોડાયેલા એકમે કરી હતી. અદાણી આ બાબતની શું સ્પષ્ટતા કરે છે? ઓપલ અને અદાણીમાં તેના રોકાણ માટે ભંડોળનો મૂળ સ્ત્રોત શું હતો?

-OFSના સંચાલન માટે અદાણીએ મોનાર્ક નેટવર્થ કેપિટલને પસંદ કર્યું. અદાણીની એક ખાનગી કંપની મોનાર્કમાં નાનો હિસ્સો ધરાવે છે અને ગૌતમ અદાણીના એક સંબંધીએ અગાઉ આ કંપની સાથે મળીને એરલાઇન ખરીદી હતી. આ ગાઢ સંબંધ હિતોના સ્પષ્ટ સંઘર્ષ દર્શાવે છે. અદાણી તેનો શું જવાબ આપે છે? મોનાર્કને શેરોના ભાવમાં ચેડા માટે સેબીએ અગાઉ સસ્પેન્ડ કરી હતી. અદાણીએ પ્રતિષ્ઠિત કંપનીની જગ્યાએ મોનાર્ક જેવી નાની કંપનીની ઓફરના સંચાલન માટે કેમ પસંદ કરી છે?

-અમારા તારણો દર્શાવે છે કે સેબીએ 1999થી 2005 વચ્ચે અદાણીના સ્ટોકમાં ચેડાં કરવા બદલ અદાણીના પ્રમોટર્સ સહિત 70થી વધુ એન્ટિટી અને વ્યક્તિઓની તપાસ કરી છે અને તેમની સામે કાર્યવાહી કરી છે. અદાણી તેની કેવી પ્રતિક્રિયા આપે છે?

-સેબીના એક ચુકાદામાં જણાવાયું છે કે અદાણીના પ્રમોટર્સે અદાણી એક્સપોર્ટ્સ (હવે અદાણી એન્ટરપ્રાઇઝિસ)ના શેરોમાં ચેડાંમાં કેતન પારેખને મદદ કરી હતી અને તેને પ્રોત્સાહન આપ્યું હતું. અદાણીની 14 ખાનગી કંપનીઓએ પારેખ દ્વારા નિયંત્રિત કંપનીઓને શેર ટ્રાન્સફર કર્યા હતા. અદાણી ભારતના સૌથી કુખ્યાત દોષિત સ્ટોક કૌભાંડી સાથે મળીને તેના શેરમાં આ સંકલિત, વ્યવસ્થિત સ્ટોક મેનીપ્યુલેશનને કેવી રીતે સમજાવે છે?

-કેતન પારેખની નજીકની વ્યક્તિઓએ અમને જણાવ્યું છે કે તેઓ અદાણી સહિત તેમના જૂના ક્લાયન્ટ સાથે ટ્રાન્ઝેક્શન કરી રહ્યાં છે. પારેખ અને અદાણી ગ્રૂપ વચ્ચેના સંબંધોની શું હતા?

-2007માં ઇકોનોમિક ટાઇમ્સના લેખમાં એક સોદાનું વર્ણન કરવામાં આવ્યું હતું જેમાં કેતન પારેખ સાથે સંકળાયેલા ભાગેડુ ધર્મેશ દોશી દ્વારા નિયંત્રિત બ્રોકરેજે BVI એન્ટિટી માટે એક ફાર્મા કંપનીવી શેર ખરીદ્યા હતા. બીવીઆઇમાં વિનોદ અદાણી શેરહોલ્ડર અને ડાયરેક્ટર તરીકે સેવા આપતા હતા. વિનોદ અદાણી સહિત ધર્મેશ દોશી અને અદાણી ગ્રુપ વચ્ચેના સંબંધો શું હતા અને છે?

-રોકાણકારો સામાન્ય રીતે હિતોના સંઘર્ષ અને હિસાબી વિસંગતતાઓને ટાળવા માટે સ્વચ્છ અને સરળ કોર્પોરેટ માળખાને પસંદ કરે છે. અદાણી ગ્રૂપની મુખ્ય 7 લિસ્ટેડ કંપની કુલ 578 પેટાકંપનીઓ ધરાવે છે અને બીએસઈના ડિસ્ક્લોઝર મુજબ નાણાકીય વર્ષ 2022માં અલગ અલગ કુલ 6,025 રિલેટેડેટ પાર્ટી ટ્રાન્ઝેક્શન કર્યા હતા. શા માટે અદાણીએ આવા ગૂંચવણભર્યા, એકબીજા સાથે જોડાયેલું કોર્પોરેટ માળખું પસંદ કર્યું છે?

-અમારી તપાસમાં જણાયું છે કે વિનોદ અદાણી અને સુબીર મિત્રા (અદાણી પ્રાઈવેટ ફેમિલી ઓફિસના વડા) સાથે સંકળાયેલી ઓછામાં ઓછી 38 મોરેશિયસ સ્થિત એન્ટિટી છે. અમને સાયપ્રસ, યુએઈ, સિંગાપોર અને વિવિધ કેરેબિયન ટાપુઓ જેવા અન્ય ટેક્સ હેવન અધિકારક્ષેત્રોમાં વિનોદ અદાણી સાથે સંકળાયેલી એન્ટિટી પણ મળી છે. આમાંની કેટલીય એન્ટિટીઓએ અદાણી એન્ટિટીઓ સાથે ટ્રાન્ઝેક્શન કર્યા છે. આનો ખુલાસો શું છે?

-વિનોદ અદાણી ડાયરેક્ટર, શેરહોલ્ડર અથવા લાભકારી માલિક હોય તેવી કેટલી કંપનીઓ છે? આ એન્ટીન્ટીના નામ અને અધિકારક્ષેત્રો શું છે?

-અદાણી સામ્રાજ્યમાં ખાનગી અને લિસ્ટેડ એન્ટિટીઓ સાથે વિનોદ અદાણી-સંબંધિત એન્ટિટીના વ્યવહારની સંપૂર્ણ વિગતો શું છે?

-અમને વિનોદ અદાણી સંબંધિત 13 એન્ટિટી માટે વેબસાઇટ્સ મળી છે જે કંપનીઓની કામગીરી છે તે દર્શાવવા માટેના ખોટા દાવા કરે છે. આમાંની દરેક એન્ટિટી ખરેખર કયા વ્યવસાય અથવા કામગીરીમાં સામેલ છે?

-હવે ક્રુણાલ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ તરીકે ઓળખાતી વિનોદ અદાણી-નિયંત્રિત મોરેશિયસ એન્ટિટીએ અદાણીની એક ખાનગી એન્ટિટીને રૂ.11.71 બિલિયન ( $253 મિલિયન) ઉછીના આપ્યા હતા અને તે રિલેટેડ પાર્ટી લોન હોવાની નિયમનકારી માહિતી આપી ન હતી. અદાણી આની શું સ્પષ્ટતા કરે છે?

-ઇમર્જિંગ માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ DMCC નામની વિનોદ અદાણી-નિયંત્રિત UAE એન્ટિટીના કોઇ કર્મચારી લિન્ક્ડઇન પર નથી, કોઈ નોંધપાત્ર ઑનલાઇન હાજરી નથી, કોઈ ક્લાયન્ટ અથવા સોદાની જાહેરાત કરી નથી અને UAEમાં એક એપાર્ટમેન્ટમાંથી બિઝનેસ કરે છે. તેને અદાણી પાવરની પેટાકંપનીને $1 બિલિયનનું ધિરાણ કર્યું છે. ઇમર્જિંગ માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ DMCCના ફંડ્સનો સ્ત્રોત શું હતો?

-વાકોદર ઇન્વેસ્ટમેન્ટ્સ તરીકે ઓળખાતી વિનોદ અદાણી-નિયંત્રિત સાયપ્રસ એન્ટિટી કોઇ કર્મચારીઓ ધરાવતી નથી, કોઈ નોંધપાત્ર ઓનલાઈન હાજરી નથી અને કોઈ સ્પષ્ટ કામગીરી નથી. તેને અદાણીની ખાનગી એન્ટિટીમાં $85 મિલિયનનું રોકાણ કર્યું હતું અને રિલેટેડે પાર્ટીની માહિતી આપી ન હતી. અદાણી આની શું સ્પષ્ટતા કરે છે? વાકોદરના ભંડોળનો સ્ત્રોત શું હતો?

LEAVE A REPLY

5 + twelve =