હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા ભારતના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના શાનદાર કાર્યક્રમનું આયોજન શનિવાર તા. 13 ઓગસ્ટ 2022ના રોજ આલ્પર્ટન કોમ્યુનિટી સ્કૂલ, વેમ્બલી ખાતે કરાયું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત સૌએ સ્વાદિષ્ટ લંચ અને મનોરંજક કાર્યક્રમોનો લાભ લઇને ભારત અને બ્રિટનના રાષ્ટ્રગીત ગાન ગાયાં હતાં.

વિવિધ જૂથો દ્વારા 14 વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને તમામ સહભાગીઓને વ્યક્તિગત ટ્રોફી આપવામાં આવી હતી. ઉપસ્થિત દરેકે કાર્યક્રમનો આનંદ માણ્યો હતો અને હોલ દર્શકોની તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો.

પ્રસ્તુત તસવીરમાં હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટના અગ્રણીઓ નજરે પડે છે