Settlement in legal battle between billionaire Hinduja family

ભારતીય મૂળના બિલીયોનેર હિન્દુજા પરિવારે તેના વૈશ્વિક વેપાર સામ્રાજ્યના ભાવિ અંગેની કાનૂની લડાઈ પછી લાંબા સંઘર્ષમાં વિશ્વવ્યાપી સમાઘાન માટે સંમત થયા હોવાનું શુક્રવારે પ્રકાશિત થયેલા લંડન કોર્ટના એક ચુકાદામાં દર્શાવવામાં આવ્યું છે.

86 વર્ષીય શ્રીચંદ હિન્દુજાના સ્વાસ્થ્ય પર કેન્દ્રિત કેસ અંગે લંડનની કોર્ટ ઓફ અપીલે આ વિવાદને જાહેર કરવા પર પ્રતિબંધો લાદવા અંગેની અપીલને ફગાવી દીધી હતી. શ્રીચંદના નાના ભાઈ ગોપીચંદે શ્રીચંદની પત્ની મધુ અને બાદમાં તેમની પુત્રીઓ, વિનુ અને શાનુને આપવામાં આવેલી સ્થાયી પાવર ઑફ એટર્નીની કાયદેસરતાને કોર્ટ ઑફ પ્રોટેક્શનમાં પડકારી હતી, જે પરિવારના નાણાકીય અથવા વેલ્ફેર બાબતો પરના નિર્ણય અંગેની હતી.

હિન્દુજા પરિવારના પ્રવક્તાએ ઈમેલ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, “એસપી (શ્રીચંદ) ના સ્વાસ્થ્ય અને કલ્યાણને લગતો હિન્દુજા પરિવારનો મામલો પહેલેથી જ તમામ પક્ષો વચ્ચે સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલાઈ ગયો છે અને આજનો ચુકાદો ફક્ત તે બાબતો ખાનગી રહેવી જોઈએ કે કેમ તે સંબંધિત છે. આજના નિર્ણયની એસપી હિન્દુજાની ચાલુ દેખભાળ પર કે અથવા કોઈપણ વ્યવસાયિક કામગીરી પર અસર થતી નથી, જે બાબતે પરિવાર એક છે. પરિવાર ભવિષ્યમાં સુમેળભર્યો સંબંધ ચાલુ રાખવા માટે ઉત્સુક છે.”

હિન્દુજા પરિવારનો વ્યવસાય બેંકિંગ, કેમિકલ અને આરોગ્યસંભાળ સહિતના ક્ષેત્રોમાં ફેલાયેલો છે અને વિશ્વભરમાં આશરે 200,000 લોકોને તેઓ રોજગારી આપે છે. તે £27.5 બિલિયનની અંદાજિત નેટવર્થ સાથે એશિયન રિચ લિસ્ટ 2021માં ટોચ પર છે.

જજ એન્થોની હેડને ઓગસ્ટમાં આપેલો ચુકાદો શુક્રવારે પ્રસિદ્ધ થયો હતો. જેમાં જણાવાયું હતું કે ડિમેન્શીયાથી પીડિત શ્રીચંદની જરૂરિયાતો “પારિવારિક વિવાદમાં હાંસિયામાં ધકેલાઈ ગઈ હતી. તેમનો પરિવાર તેમની સાથે કેવી રીતે અને ક્યાં સારવાર કરવી તે અંગે સંમત ન થઈ શકતા શ્રીચંદને પબ્લિક નર્સિંગ હોમમાં પ્લેસમેન્ટ માટે વિચારણા કરવા માટે પ્રેરિત કરાયા હતા. કોર્ટ ઓફ પ્રોટેક્શનની કાર્યવાહીમાં પ્રકાશ કે અશોક હિન્દુજા સામેલ ન હતા.

પરિવારે જૂનમાં કોર્ટને કહ્યું હતું કે “હિન્દુજા પરિવારની સંપત્તિ અંગે 2019 માં લંડનની હાઇકોર્ટમાં શરૂ થયેલા કેસ સહિત તમામ અધિકારક્ષેત્રોમાં આવતા તેમની વચ્ચે અસ્તિત્વમાં રહેલા તમામ વિવાદો સમાપ્ત કરવા.’’

ટાઇમ્સના અહેવાલ મુજબ જજે જણાવ્યું હતું કે ‘’કડવા કૌટુંબિક ઝઘડા દરમિયાન પરિવારના વૈશ્વિક સામ્રાજ્યમાં ફેલાયેલા ઉદ્યોગ, રસાયણો, તેલ, ફાઇનાન્સ, આઈટી અને મિલકત દ્વારા પરવડે તેવી સંપત્તિ હોવા છતાં, તેમનું સ્વાસ્થ્ય બગડતા બ્રિટનના સૌથી ધનાઢ્ય માણસોમાંના એક શ્રીચંદ હિન્દુજાની જરૂરિયાતો “હાંસિયામાં” થઈ ગઈ હતી. શબ્દો અને યુક્તિઓ સારી બનાવવામાં આવી નહતી. હું એક તબક્કે એવા નિષ્કર્ષ પર આવ્યો હતો કે શ્રીચંદ હિન્દુજાએ હોસ્પિટલ છોડી દેવી જોઈએ.’’

ડિમેન્શિયા હોવાનું નિદાન ધરાવતા શ્રીચંદ હિન્દુજાને ગયા વર્ષે માર્ચમાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એક કન્સલ્ટન્ટે કહ્યું હતું કે તેમની પાસે “જીવવા માટે ખૂબ જ ઓછો સમય છે. શ્રીચંદ હિન્દુજા હિન્દુજા ગ્રૂપના સહ-અધ્યક્ષ છે.

કોર્ટ ઓફ અપીલના ચુકાદામાં કહેવાયું છે કે હિન્દુજા પરિવાર લંડન અને વિદેશમાં મુકદ્દમાના સમાધાન માટે “ગોપનીય કરાર” પર પહોંચી ગયો છે.

LEAVE A REPLY

four × 5 =