યુકેના લેસ્ટરમાં કોમી હિંસા રમખાણો અંગે હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને કડક અભિગમ અપનાવ્યો છે. તેમણે સ્થાનિક પોલીસની સાથે સ્થાનિક બંને સમુદાયના અગ્રણીઓની તાજેતરમાં મુલાકાત લીધી હતી અને લેસ્ટરમાં શિવ મંદિર પર હુમલો કરનારા ગુનેગારોને છોડાશે નહીં તેવું આશ્વાસન આપ્યું હતું.
ભારતવંશી નવાં હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને ઈસ્ટર્ન ઈંગ્લેન્ડ સિટીનો પ્રવાસ કર્યો. તેણે લેસ્ટરશાયરના પોલીસ વડાની મુલાકાત લઇને જ સ્થાનિક મંદિર અને મસ્જિદના અગ્રણીઓ સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાને ગંભીર રીતે અસર કરનારી આ ઘટનામાં અત્યાર સુધીમાં 47 લોકોની ધરપકડ થઈ ચૂકી છે અને આ ઘટનાના ગુનેગારોને કોઈપણ સંજોગોમાં છોડાશે નહીં. તેમણે આ મુલાકાત પછી ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મેં લેસ્ટરશાયરના પોલીસ અધિકારીઓ, લેસ્ટરશાયરના ટેમ્પરરી ચીફ કોન્સ્ટેબલ અને સ્થાનિક ધાર્મિક નેતાઓ સાથે મુલાકાત કરી હતી. સ્થાનિક લોકોની સુરક્ષા માટે ઉઠાવાયેલા પગલાંની ચર્ચા કરી અને લેસ્ટરમાં સુરક્ષા અને સદભાવ જળવાઇ રહે તે માટે ચર્ચા કરી છે. જે લોકોએ કાયદો હાથમાં લીધો હતો તેમણે કાયદાનો સામનો કરવો પડશે. તેમને વિશ્વાસ છે કે આપણા બહાદુર પોલીસ અધિકારીઓ આપણને સુરક્ષા કરશે.

LEAVE A REPLY

one × one =