પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

લંડન-બેંગલુરુની ફ્લાઇટમાં હજારો ફૂટની ઉંચાઈએ એક પેસેન્જરને ઉપરાઉપરી બે હાર્ટ એટેક આવ્યા ત્યારે ભારતીય મૂળના ડોક્ટર વિશ્વરાજ વેમલાએ તેમની કુશળતા અને સમયસૂચતા વાપરીને બચાવી લીધા હતા.

યુનિવર્સિટી હોસ્પિટલ્સ બર્મિંગહામે ટ્વિટર પર લખ્યું હતું કે “અમારા કન્સલ્ટન્ટ હેપેટોલોજિસ્ટ્સ ડૉ. વિશ્વરાજ વેમાલાએ ફ્લાઇટની વચ્ચે બે કાર્ડિયાક અરેસ્ટનો ભોગ બનેલા પેસેન્જરનો જીવ બચાવ્યો હતા મર્યાદિત સાધનો સાથે, ડૉ. વેમલા ગ્રાઉન્ડ પરના ઇમરજન્સી ક્રૂને સોંપતા પહેલા સહમુસાફરીને પુનર્જીવિત કરી શક્યા હતા.”

પ્રેસ રિલીઝ મુજબ, ડૉ. વેમાલાએ જણાવ્યું હતું કે, “ફ્લાઇટના લગભગ બે કલાક સુધી દર્દી સારા પલ્સ અથવા યોગ્ય બ્લડ પ્રેશર વગરના બની ગયા હતા. કેબિન ક્રૂની સાથે, અમે તેમને કુલ પાંચ કલાક જીવિત રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે અમારા બધા માટે, ખાસ કરીને અન્ય મુસાફરો માટે અત્યંત ડરામણું હતું, અને તે ખૂબ જ લાગણીશીલ હતું.”
યુકેથી ભારતની 10 કલાકની ફ્લાઈટ દરમિયાન નવેમ્બરમાં આ ઘટના બની હતી. પરંતુ પેશન્ટના સદનસીબે ભારતીય મૂળના ડોક્ટર ડો. વિશ્વરાજ વેમલા પણ આ પ્લેનમાં પ્રવાસ કરતા હતા. ડો. વેમલા તેમની માતાને લેવા માટે બેંગલુરુ આવી રહ્યા હતા.

વિમાનમાં 43 વર્ષીય પેશન્ટ અચાનક બેભાન થવા લાગતા તરત ફ્લાઈટ એટેન્ડન્ટ બુમો પાડવા લાગી હતી. તેમને હાર્ટ એટેક આવતા જ તે વિમાનમાં સીટની હરોળ વચ્ચે ઢળી પડ્યો હતો. તેના પલ્સ બંધ થઈ ગયા હતા અને શ્વાસ અટકી ગયો હતો. આ દરમિયાન ડો. વિશ્વરાજ વેમુલા તેને મદદ કરવા દોડી આવ્યા. તેમણે લગભગ એક કલાસ સુધી છાતી પર પંપ કરીને દર્દીને ફરી શ્વાસ લેતા કર્યા હતા. તેમણે વિમાનના સ્ટાફને પૂછ્યું કે તેમની પાસે કોઈ દવાઓ છે કે નહીં. સદનસીબે વિમાનમાં એક ઇમર્જન્સીબેગ હતી જેમાં લાઈફ સપોર્ટ માટેની દવાઓ હતી. આ જોઈને ડો. વેમલાને મદદ મળી હતી.

વિમાનમાં દર્દીની મેડિકલ કન્ડિશન પર નજર રાખી શકે તેવું કોઈ સાધન ન હતું. પરંતુ ઓટોમેટિક એક્સર્નલ ડેફિબ્રિલેટર અને ઓક્સિજનની સગવડ હતી. તેમણે બીજા પ્રવાસીઓની મદદ માગી તો તેમની પાસેથી હાર્ટ રેટ મોનિટર, બ્લડ પ્રેશર માપવાનું મશીન, પલ્સ ઓક્સિમીટર અને ગ્લુકોમીટર પણ મળી ગયા. આ દરમિયાન પેશન્ટ ડો. વેમલા સાથે વાત કરતા હતા અને તેને અચાનક બીજો હાર્ટ એટેક આવ્યો હતો આ વખતે તેની છાતી પંપ કરીને કરવામાં વધારે સમય લાગી ગયો. કેબિન સ્ટાફે પણ ડોક્ટરની મદદ કરી અને આ રીતે ફ્લાઈટ પર પેશન્ટને કુલ પાંચ કલાક સુધી જીવીત રાખ્યો હતો.

LEAVE A REPLY

nineteen − sixteen =