I will sue my jailers, determined serial killer Charles Sobhraj, released from jail

નબળા આરોગ્યના કારણે નેપાળની જેલમાં આજીવન કેદની સજામાંથી મુક્ત થયેલા ફ્રેન્ચ સીરિયલ કિલર ચાર્લ્સ શોભરાજે હવે તેના જેલરો સામે દાવો કરવાની તૈયારી શરૂ કરીને તે પેરિસ પરત ગયો છે. 78 વર્ષીય ચાર્લ્સ શોભરાજ દ્વારા વિવિધ હત્યાની ઘટના બીબીસીની સીરિઝ- ધ સર્પન્ટમાં દર્શાવવામાં આવી હતી. તેણે જેલમાંથી મુક્ત થયા પછી જણાવ્યું હતું કે, “મને ખૂબ સારું લાગે છે. હજુ મારે ઘણું કરવાનું છે. મારે નેપાળ સરકાર સહિત ઘણા લોકો સામે કેસ કરવાનો છે.”

તેણે નેપાળમાં 19 વર્ષની આજીવન કેદની જેલ સજા ભોગવ્યા પછી ત્યાંથી દેશનિકાલ થતાં તાજેતરમાં પેરિસ પરત જતી વખતે વિમાનમાં ન્યૂઝ એજન્સી-AFP સાથે વાત કરી હતી.

નેપાળમાં બે પ્રવાસીઓની હત્યા માટે તેને દોષિત ઠેરવવામાં આવ્યા હોવા છતાં, અને ઓછામાં ઓછા અન્ય છ લોકોની હત્યા કરી હોવાની શંકા હોવા છતાં, તેણે પોતે સીરિયલ કિલર હોવાનો દાવો ફગાવ્યો હતો અને જણાવ્યું હતું કે, તે નેપાળમાં ન્યાયની કસુવાવડનો ભોગ બન્યો છે.

તેણે જણાવ્યું હતું કે, “મેં કંઈ કર્યું નથી. હું આ કેસમાં નિર્દોષ છું, તેથી મારે તેના માટે ખરાબ કે સારું લગાડવાની જરૂર નથી. હું નિર્દોષ છું. તે ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે ઊભું કરવામાં આવેલું ષડયંત્ર હતું.
“ડિસ્ટ્રિક્ટ ન્યાયમૂર્તિએ એક પણ સાક્ષીને તપાસ્યા વગર અને આરોપીને દલીલ રજૂ કરવા નોટીસ આપ્યા વિના, ચુકાદો આપ્યો હતો.”

શોભરાજને ગત મહિનાના અંતમાં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. નેપાળની સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો હતો કે, “તેને સતત જેલમાં રાખવો એ કેદીના માનવાધિકારો સાથે સુસંગત નથી”. કોર્ટે કહ્યું કે તેને હૃદય સંબંધિત બીમારી છે.
ફ્રાન્સના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશ પાસે શોભરાજને પરત સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નથી. ફ્રાન્સમાં તેણે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે કે નહીં તે અંગે પ્રોસિક્યુટર્સે કોઇ જવાબ આપ્યો નહોતો.
શોભરાજ પોલીસની પકડથી બચવા માટે સાપ જેવી ક્ષમતા ધરાવતો હોવાથી તેને ‘સર્પન્ટ”નું ઉપનામ આપવામાં આવ્યું હતું. તે રોકડ નાણા અને પાસપોર્ટની ચોરી કરવા માટે ફ્રેન્ચ વિદ્યાર્થીઓના જૂથને ડ્રગ્સ આપવા બદલ 1976માં માનવવધના કેસમાં દોષિત ઠર્યા પછી ભારતની જેલમાં 21 વર્ષ રહ્યો હતો. તેણે આ રીતે એશિયાભરમાં પ્રવાસીઓને લક્ષ્યાંક બનાવ્યા હોવાની શંકા છે, તેમાંથી કેટલાક લોકોની હત્યા પણ કરી હતી.

જેલમાં તેણે ઓસ્ટ્રેલિયન પત્રકાર જુલી ક્લાર્કને ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને પોતાની કથા જણાવી હતી. તેણે પત્રકારને જણાવ્યું હતું કે, તે કેવી રીતે બેકપેકર્સની હત્યા કરશે અને તેના બીજા લક્ષ્યાંક તરફ આગળ વધતી વખતે ધરપકડથી બચવા માટે તેમની ઓળખનો ઉપયોગ કરશે.

પત્રકાર ક્લાર્કે ગત વર્ષે કહ્યું હતું કે, “તેણે બેકપેકર્સ પ્રત્યે ધૃણા વ્યક્ત કરી હતી. તેણે બેકપેકર્સને ગરીબ, યુવાન ડ્રગ વ્યસની માનતો હતો. તે પોતાને ક્રિમિનલ હીરો માનતો હતો.”
બીબીસની સીરિઝમાં દર્શાવવામાં આવ્યું છે કે, તેણે અને તેના સાથીઓએ પ્રવાસીઓને બેંગકોકના એક ફ્લેટમાં લઈ જવાની કેવી રીતે લાલચ આપી હતી જ્યાં તેણે તેમને ઝેરી પ્રકારની એક દવા આપી હતી, જેનાથી તે પ્રવાસીઓ તેના નિયંત્રણમાં હતા.

શોભરાજ થાઈલેન્ડમાં છ મહિલાઓના હત્યાના કેસમાં વોન્ટેડ હોવાથી તે બિકીની કિલર તરીકે પણ જાણીતો બન્યો હતો. આ તમામ મહિલાઓ પટાયાના બીચ પર બિકીનીમાં મળી આવી હતી. પરંતુ જ્યારે તે ભારતની જેલમાંથી મુક્ત થયો ત્યાં સુધીમાં, તેના પર થાઈ કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકી નહોતી.

1997માં શોભરાજ પેરિસના વિસ્તારમાં વસવાટ કરવા માટે પરત ગયો હતો પરંતુ છ વર્ષ પછી તે નેપાળ ગયો, જ્યાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તે કોન્ની જો બ્રોન્ઝીચ નામના અમેરિકનની હત્યા માટે તે દોષિત ઠર્યો હતો, તેનો મૃતદેહ છરાના અનેક ઘા સાથે સળગેલી હાલતમાં મળ્યો હતો. પછી તેને તેના કેનેડિયન પ્રવાસી સાથી લોરેન્ટ કેરીઅરની હત્યાના કેસમાં બીજી આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તેનો મૃતદેહ ગંભીર રીતે વિકૃત હાલતમાં હતો. કહેવાય છે કે, શોભરાજે જેલમાં અનુકૂળ પરિસ્થિતિઓની મજા માણી હતી, તેણે એકવાર સુરક્ષા કર્મચારીઓ માટે ભવ્ય પાર્ટી કર્યા પછી તે ભાગી ગયો હતો.

2008માં જેલમાં તેણે તેના નેપાળના વકીલની પુત્રી નિહિતા બિસ્વાસ સાથે લગ્ન કર્યા હતા, જે તેનાથી 44 વર્ષ નાની છે. ત્યાર પછી બિસ્વાસ ભારતના રિયાલિટી ટી-વી શો બિગ બ્રધરમાં જોવા મળી હતી.

LEAVE A REPLY

ten + 2 =