શ્રીલંકા સામે ત્રીજી અને અંતિમ ટી-20 મેચમાં વિજય બાદ ભારતના ખેલાડીઓ ટ્રોફી સાથે (ANI Photo)

આઇસીસીના વાર્ષિક રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ટીમનું ટી-૨૦માં ટોચનું સ્થાન તો જળવાઈ રહ્યું છે, પણ ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ અને પછી બીજા ક્રમે ભારત રહ્યું છે. આઇસીસીના કેલેન્ડર અનુસાર ૪ માર્ચે પુરી થયેલી ૨૦૨૧-૨૨ની સિઝનના અંતે ટીમ ઈન્ડિયા ટી-૨૦માં પ્રથમ અને નજીકના હરિફ – બીજા ક્રમે રહેલા ઈંગ્લેન્ડ કરતાં પાંચ પોઈન્ટ આગળ હતુ. ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા અને વન-ડેમાં ન્યૂઝીલેન્ડ ટોચના સ્થાને હતા.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગત સિઝનની એક ટેસ્ટ મેચ બાકી રહી ગઈ છે, જે હવે પછી યોજાવાની છે. જોકે તે ટેસ્ટ પુરી થઈ જાય તે પછી તેની ગણતરી ૨૦૨૧-૨૨ની સિઝનના રેન્કિંગમાં કરાશે. ટેસ્ટ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા ટોચના સ્થાને છે, તેનાથી 9 પોઈન્ટ પાછળ રહેલું ભારત બીજા ક્રમે છે