ICICI Bank UK PLC offering bank account in UK to Indian students

યુકે અભ્યાસ કરવા આવતા ભારતીય વિદ્યાર્થીઓને ICICI બેંક UK PLC દ્વારા UKમાં ‘હોમવેન્ટેજ કરંટ એકાઉન્ટ’  તરીકે ઓળખાતા બેંક એકાઉન્ટ ઓફર કરી રહી છે. બેન્ક દ્વારા ડેબિટ કાર્ડ ભારત અથવા યુકેમાં પત્રવ્યવહારના સરનામા પર મોકલવામાં આવશે.

વિદ્યાર્થીઓ ભારતમાં હોય ત્યારે જ બચત ખાતાના જેવું જ કાઉન્ટ ડિજિટલી અને તરત જ ખોલી શકે છે. ICICI બેંકની શાખાની મુલાકાત લીધા વિના, ઓનલાઈન અથવા ICICI Bank UK iMobile એપ દ્વારા તેઓ ખાતુ ખોલી શકે છે. એકવાર ખાતું ખોલ્યા પછી, તેઓ ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અને વિશ્વમાં ગમે ત્યાં ઉપયોગ થઈ શકે તેવું VISA ડેબિટ કાર્ડ એક્ટીવેટ કરી શકે છે. ફિઝિકલ ડેબિટ કાર્ડ તેમની પસંદગી અનુસાર, ભારત અથવા યુકેમાં તેમના સરનામા પર પહોંચાડવામાં આવે છે.

વિદ્યાર્થીઓ એક ટચ પોઈન્ટ દ્વારા એજ્યુકેશન લોન, ટ્રાવેલ કાર્ડ, બેંક એકાઉન્ટ, યુકેમાં મની ટ્રાન્સફર અથવા તેનાથી વિપરીત મેળવી શકે છે.

હેડ રિટેલ બેન્કિંગ, ICICI બેન્ક UK PLCના શ્રી પ્રતાપ સિંઘે જણાવ્યું હતું કે, “ICICI બેન્ક UK એક દાયકા કરતાં વધુ સમયથી ભારતીય ડાયસ્પોરાને વ્યક્તિગત, વ્યવસાયિક અને કોર્પોરેટ બેન્કિંગ સેવાઓની શ્રેણી સાથે સેવા આપી રહી છે. અમે આગળના શિક્ષણ માટે યુકે આવતા વિદ્યાર્થીઓને ડિજિટલ એકાઉન્ટ ખોલવાની, VISA ડેબિટ કાર્ડ આપવાની અને તેમને યુકેમાં તેમની રોજબરોજની બેંકિંગ જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં મદદ કરે છે.”

ખાતુ ખોલવા માટે ભારત અથવા યુકે એપ સ્ટોર્સમાંથી ICICI બેંક UK iMobile એપ ડાઉનલોડ કરીને કે www.icicibank.co.uk ની મુલાકાત લઈને ઑનલાઇન અરજી કરી શકાય છે. વધુ માહિતી માટે www.icicibank.co.uk ની મુલાકાત લો અને જુઓ વિડિયો https://youtu.be/lIQSZJtSqfc. સંપર્ક: email:  [email protected] અથવા +44 203 478 5319.

LEAVE A REPLY

4 × 5 =