Risk of new 'Beast from the East' in UK: It will be as cold as minus 11
File Photo (Photo by Peter Macdiarmid/Getty Images)

લીસા બર્ફીલા રોડ પર અકસ્માતોની વણઝાર સર્જાઇ હતી. કેટલાય વિસ્તારોમાં ઢોળાવવાળા રસ્તાઓ પર કાર અને અન્ય વાહનો લસરી જવાના બનાવો બન્યા હતા. તો મોટરવે પર મુસાફરીમાં વિક્ષેપ સર્જાયો હતો. ડ્રાઇવરોને મુખ્ય રસ્તાઓ પર કાળજી લેવા અને આવશ્યક ન હોય તો મુસાફરી ન કરવા વિનંતી કરાઇ હતી.

એક્સીડન્ટ રેસ્ક્યુ સર્વિસ AAના પ્રમુખ એડમન્ડ કિંગે જણાવ્યું હતું કે ‘’અમને પ્રાપ્ત થતા બ્રેકડાઉન કૉલ્સની સંખ્યા સામાન્ય કરતાં 25 ટકા વધારે છે. લંડન કોલની અને M11 વચ્ચે ગઈકાલે રાત્રે M25 ના નોર્ધર્ન સેક્શન પર ઘણા ડ્રાઇવરો ફસાયા હતા અથવા ગંભીર રીતે વિલંબિત થયા હતા. સતત હિમવર્ષાના કારણે સોમવારે સવારે ટ્રાફિકમાં ભારે વિલંબ થયો હતો. M2 અને M20 સહિત કેન્ટના રસ્તાઓ ગંભીર રીતે પ્રભાવિત થયા હતા. લાંબી મુસાફરી કરનાર ડ્રાઇવરોને પેટ્રોલ-ડીઝલનું લેવલ ચકાસવા, ગરમ વસ્ત્રો પહેરવા, ચાર્જ કરેલ મોબાઇલ ફોન, ખાવા-પીવાનું સાથે લેવા વિનંતી કરૂ છું.’’

હર્ટફર્ડશાયરમાં M25 પર રાતોરાત સેંકડો ડ્રાઇવરોએ ઘણા કલાકો ટ્રાફિકમાં વિતાવ્યા હતા. હર્ટફર્ડશાયરમાં, સાઉથ મીમ્સના જંક્શન 23 અને વોલ્થમ ક્રોસના જંક્શન 25 વચ્ચે બંને દિશામાં મોટર-વેનો એક ભાગ સોમવારે સવારે કેટલાક કલાકો માટે બંધ રહ્યો હતો. તે મોટરવેને જોડતા માર્ગો પર 90 મિનિટ સુધીનો વિલંબ અને વાહનોની 11 માઈલ લાંબી કતારો જોવાઇ હતી.

વાહનવ્યવહાર ચાલુ રહે તે માટે કુલ 960 ટન મીઠું અને 18,000 લિટરથી વધુ એન્ટિ-ફ્રીઝ છંટવામાં આવ્યું હતું. M11, M2, A21, A27 અને A249 પર લાંબો વિલંબ થયો હતો.

કેન્ટ વિસ્તારમાંથી પસાર થતા M2, M20, A21 અને A249 પર સ્નોની ગંભીર અસર થઈ હતી. સસેક્સમાં નટલી નજીક વ્યસ્ત A22 રોડ પર એક વૃક્ષ પડી ગયા પછી એક માઈલ લાંબી કતારો જોવા મળી હતી. ચિચેસ્ટરમાં બે કાર વચ્ચે અકસ્માત થતા  A285 રોડ અવરોધાયો હતો.

LEAVE A REPLY

4 × two =