Illegal activities will not be carried out on the maritime border of Gujarat: Bhupendra Patel
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગેરકાયદે દબાણના સ્થળોનું નિરીક્ષણ કરવા બેટ દ્વારકાની મુલાકાતે ગયા હતા અને દરિયાઈ સુરક્ષાની કામગીરીની સમીક્ષા કરી હતી. (ANI Photo)

દરિયાઈ સુરક્ષાની દૃષ્ટિએ મહત્ત્વના  બેટ દ્વારકાની મંગળવારે મુલાકાત લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્યની દરિયાઈ સીમામાં કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં.  

મુખ્યપ્રધાનની સાથે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ અગાઉ તંત્ર દ્વારા અહીંગેરકાયદે દબાણો દૂર કરવા અંગે કરાયેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ઓખાથી બેટ દ્વારકા સુધીની દરિયાઈ સફર દરમિયાન નિર્માણાધીન સિગ્નેચર બ્રિજના કામનું પણ નિરીક્ષણ કરીને આ બ્રિજ કામગીરી સત્વરે પૂર્ણ કરાશે એમ કહ્યું હતું. રાજ્યના દરિયાકાંઠા પર સુરક્ષાની દૃષ્ટિએ મહત્વના આ પોઇન્ટ અને તે વિસ્તારોમાં પોલીસ-રેવન્યૂ ખાતાની કાર્યવાહીની સમીક્ષા પણ કરી હતી. 

મુખ્યપ્રધાને જણાવ્યું હતું કેવિકાસ કામોને આડે આવતી ગેરકાયદે દબાણ સહિતની ગેરકાયદે પ્રવૃતિઓ આગળ વધતી અટકાવાશે અને કાયદાકીય રીતે સખ્તાઈથી દૂર કરવામાં આવશે. લોકોની સલામતી અને સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ છે. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા ઝુંબેશ ચાલુ જ રહેશે. લાંબા દરિયાઇ પટ્ટા પર કોઈપણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં. આ તમામ દરિયા કિનારાને સજ્જડ સુરક્ષિત કરવાનો નિર્ધાર છે.

LEAVE A REPLY

1 + fourteen =