છેલ્લા એક વર્ષમાં બ્રિટનમાં કુલ 381,459 લોકોને યુકેમાં કામ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે, જે ઇમીગ્રેશનની નોંધ કરવાનો રેકોર્ડ શરૂ થયા પછીની સૌથી વધુ સંખ્યા છે અને 2019ના છેલ્લા તુલનાત્મક આંકડા કરતાં બમણાથી વધુ છે. દેશમાં પહેલા કરતાં વધુ લોકો કામ કરવા માટે આવી રહ્યા હોવા છતાં નોકરીઓની ખાલી જગ્યાઓની સંખ્યા રેકોર્ડરૂપ છે.

ઑફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી (OBR) કહે છે કે 2010થી 2020 સુધીમાં ઇમીગ્રેશનનો દર જે રીતે વધ્યો છે તે જોતાં આજે યુકેના કર્મચારીઓમાં 1.2 મિલિયનથી વધુ લોકોની હશે. પરંતુ તે બધા કામદારો જાણે કે ગુમ થઇ ગયા છે.

એક થિયરી એ છે કે આ વર્ક વિઝાનો મોટો હિસ્સો EU દેશોના કામદારોનો છે જેઓ બ્રેક્ઝિટ પહેલાથી યુકેમાં રહેતા હતા અને તેમને નોકરીમાં રહેવા માટે વિઝા માટે અરજી કરવી પડી હતી. આમ તેમના વર્ક-સ્ટેટસ કેટેગરીમાં જ ફેરફાર થયો છે. બીજી તરફ એવી દલીલ કરાય છે કે તાજેતરનો વધારો મોટે ભાગે EU બહારના કામદારોનો છે.

દેશમાં માર્ચ 2020ની સરખામણીમાં લાંબા ગાળાથી બીમાર હોય તેવા લોકોની સંખ્યા 393,000 લોકોની છે. તો બીજી તરફ 318,000થી વધુ વિદ્યાર્થીઓ છે, જેઓ નોકરી કરવાનું ટાળે છે. દેશમાં કુલ મળીને, કામકાજ કરી શકે તેવી ઉંમરના 820,000 વધુ લોકો બેરોજગાર છે જેમને નોકરી જોઈતી નથી. આ બેરોજગાર લોકોની સંખ્યા વિદેશથી યુકેમાં જોડાયેલા વર્કિંગ વિઝા ધરાવતા 631,058 લોકો કરતાં લગભગ 200,000 વધુ છે. આ સંખ્યામાં કોવિડ રોગચાળા દરમિયાન મૃત્યુ પામેલા અને કામકાજ કરી શકે તેવી ઉંમરના 25,000થી વધુ લોકો અને ઇયુ ચાલ્યા ગયેલા 50,000 વધુ EU નાગરિકોનો સમાવેશ કરાયો નથી.

ઑક્સફર્ડ યુનિવર્સિટીના માઇગ્રેશન ઑબ્ઝર્વેટરીના ડાયરેક્ટર મેડેલીન સમ્પશને જણાવ્યું હતું કે: “વધુ કાર્યકારી વયની વસ્તી હોવી [જીડીપી માટે] ખૂબ મદદરૂપ છે. તમારી પાસે અસરકારક રીતે લોકો આવે છે. તેમને બેનીફીટ્સ આપવા પડતા નથી.

2019ના કોન્ઝર્વેટીવના મેનિફેસ્ટોમાં એક પ્રતિજ્ઞા કરાઇ હતી કે કોણ આવે છે તેના પર યુકેને વધુ નિયંત્રણ આપવા માટે “ઓસ્ટ્રેલિયન-શૈલીની પોઈન્ટ સિસ્ટમ” રજૂ કરવામાં આવશે. પરંતુ તેમાં સંખ્યાનો ઉલ્લેખ કરાયો ન હતો. જેનો અમલ 1 જાન્યુઆરી 2021થી કરાયો હતો.

માઈગ્રેશન વોચ યુકેના ચેરમેન અલ્પ મેહમેત કહ્યું હતું કે “વર્ક પરમિટ પરની મર્યાદા દૂર કરવાના અને યુકેમાં નોકરીની ખાલી જગ્યાઓની જાહેરાત આપવાની જરૂરિયાતને રદ કરવાના કારણે આ ગગનચુંબી વધારો થયો છે.”

નવી વ્યવસ્થા હેઠળ કુલ 550,498 વિઝામાંથી હેલ્થ એન્ડ સોસ્યલ કેર ક્ષેત્રે લગભગ 170,000 વિઝા અને 140,000 અન્ય કુશળ કામદારોને વિઝા અપાયા છે. પરંતુ એકોમોડેશન એન્ડ ફૂડ ઇન્ડસ્ટ્રી આ ક્ષણે સૌથી ઓછો સ્ટાફ ધરાવતો ઉદ્યોગ છે. ઓક્ટોબર 2022માં 152,000 નોકરીઓ ખાલી હતી. નવી યોજના હેઠળ આ ઉદ્યોગ માટે માત્ર 7,550 વિઝા અરજીઓ આવી છે.

LEAVE A REPLY

thirteen + 8 =