બ્રિટિશ હિંદુઓ અને બ્રિટિશ ભારતીયો માટે સામાજિક ચળવળ ચલાવતી સંસ્થા ઇનસાઇટ યુકે સંસ્થાએ બ્રિટિશ મીડિયા અને પર્સેપ્શન વિષે બ્રિટિશ હિંદુઓ અને બ્રિટિશ ભારતીયો માટે એક સર્વે શરૂ કર્યો છે.

આ સર્વેનો હેતુ બ્રિટિશ હિંદુઓ અને બ્રિટિશ ભારતીયો પોતાને, હિંદુઓ, ભારત અને ભારતીયોને સામાન્ય રીતે બ્રિટિશ મીડિયામાં કેવી રીતે રજૂ કરે છે તે ઓળખવાનો છે. આ સર્વેક્ષણ દ્વારા, ઇનસાઇટ યુકે એ જાણવા માંગે છે કે શું બ્રિટિશ સમાચાર માધ્યમો બ્રિટિશ હિંદુ અને બ્રિટિશ ભારતીય સમુદાયોના મંતવ્યોને યોગ્ય રીતે પ્રતિબિંબિત કરે છે કે કેમ? આ સર્વેક્ષણનો ઉદ્દેશ્ય ચોક્કસ લેખોને ઓળખવાનો પણ છે. જેથી આ સમુદાયો તેમની પાસે જો કોઈ હોય તો, સંભવિત નકારાત્મક પૂર્વગ્રહ ધરાવે છે તે કેવી રીતે માને છે તેના પર પ્રમાણિત ડેટા મેળવી શકાય.

લગભગ 4 થી 6 મિનિટમાં પૂરા થતા આ સર્વેક્ષણ માટે સોસ્યલ મિડીયા દ્વારા અને હિન્દુ મંદિરો સંસ્થાઓ દ્વારા વ્યાપકપણે જાગૃતી લાવવામાં આવી છે.

હિન્દુ સમુદાય સહિત અન્ય સમુદાયના લોકોમાં હિન્દુઓ પરત્વે જાગૃતિ લાવવાનો, હિન્દુઓ વતી હિમાયત કરવા અને ઝુંબેશ ચલાવી હિન્દુ સમુદાયને લગતી સમસ્યાઓને ઉકેલ લાવવાનો હેતુ ધરાવતી ઇનસાઇટ યુકે દ્વારા દલીલ કરાય છે કે તમારા ઇનપુટ વિના, અમે હિંદુ વસ્તી મીડિયાને કેવી રીતે જુએ છે તે માપી શકતા નથી.

સર્વેની લિંક આ મુજબ છે. https://forms.gle/Y6o1Udzw7K82Y6qY6

વધુ માહિતી માટે જુઓ વેબસાઇટ: www.insightuk.org

LEAVE A REPLY

18 + twenty =