Twitter suspended the accounts of several journalists in the US

ટ્વિટરમાં અક્ષર મર્યાદામાં વધારો કરવાની યોજના એલન મસ્કની “ટૂ-ડૂ”.યાદીમાં છે. માઇક્રોબ્લોગિંગ સાઇટની અક્ષર મર્યાદા હાલની માત્ર 280 શબ્દોથી વધીને 1000 થઈ શકે છે. 

ટ્વિટરના નવા માલિક મસ્કે યુઝર્સના સૂચનના જવાબમાં અપડેટ આપ્યું હતું. મસ્કે લખ્યું હતું કે તે ટુ ડુ લિસ્ટમાં છે. મશાબ્લેનાઅહેવાલ મુજબ, ટ્વિટરને “માઈક્રોબ્લોગિંગ સર્વિસ” તરીકે ઓળખવામાં આવે છે કારણ કે ટ્વીટ્સ માટે તેની મર્યાદા 140 અક્ષરોની છે. આખરે, 2017માં મર્યાદા વધારીને 280 અક્ષરો કરવામાં આવી હતી. ટ્વિટરના સત્તાવાર બ્લોગ પર આ સમાચારની જાહેરાત કરવામાં આવી હતી. 

ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા સર્વિસિસ વચ્ચેના મુખ્ય તફાવતો પૈકી એક અક્ષર મર્યાદા છે. અહેવાલ મુજબ, મસ્કે પ્લેટફોર્મ સંભાળ્યા પછી અનેક પ્રસંગોએ અક્ષર મર્યાદા વધારવામાં રસ દાખવ્યો છે. 27 નવેમ્બરના રોજ, એક ટ્વિટર યુઝરે એલન મસ્કને પ્લેટફોર્મની શબ્દ મર્યાદા 280થી વધારીને 420 કરવાનું સૂચન કર્યું હતું. મસ્કે જવાબમાં લખ્યું. “ગૂડ આઇડિયા” તે પહેલાં અન્ય વપરાશકર્તાએ સૂચવ્યું હતું: “અક્ષર મર્યાદાથી છૂટકારો મેળવો.” બિલિયોનેરે જવાબ આપ્યો હતો કે “ચોક્કસ.” મસ્કે તાજેતરમાં તેની મલ્ટી કલર- વેરિફિકેશન સિસ્ટમ સાથે પ્લેટફોર્મ માટે અન્ય મોટા ફેરફારની જાહેરાત કરી છે.થ્રી કલર સિસ્ટમ અગાઉની ‘Twitter Blue’ સર્વિસનું સ્થાન લેશે. 

LEAVE A REPLY

thirteen − one =