India is ahead of the top developed countries when it comes to digital payments

ભારતમાં ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. ઘણા વિકસિત દેશો આ અંગે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે ભારત ડિજિટલ એસેટ્સના નિર્માણમાં મોખરાના દેશ તરીકે આગળ વધી રહ્યો છે. દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) ખાતે ભારત સરકારના પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2022માં ભારતના ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન વાર્ષિક ધોરણે $1.5 ટ્રિલિયન થયા હતા. જો આપણે તેની અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ સાથે સરખામણી કરીએ તો તે તેમના સંયુક્ત અર્થતંત્રો કરતાં વધુ છે. ભારતીય ગ્રાહકોએ ડિજિટલ ટેક્નોલોજી પ્રત્યે ખૂબ જ આકર્ષણ દર્શાવ્યું છે. તેના કારણે ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઝડપી વૃદ્ધિ થઈ છે.

છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ભારતમાં ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શનમાં અભૂતપૂર્વ વધારો થયો છે. ભારત ઈન્ટરફેસ ફોર મની-યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (BHIM-UPI), ઈમીડિએટ પેમેન્ટ સર્વિસ (IMPS) જેવા સરળ અને અનુકૂળ માધ્યમોએ જંગી વૃદ્ધિ નોંધાવી છે તથા ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમમાં પરિવર્તન કર્યું છે. આની સાથે ડેબિટ કાર્ડ્સ, ક્રેડિટ કાર્ડ્સ, નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) અને રીઅલ-ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) જેવા પહેલાથી અસ્તિત્વમાં રહેલા પેમેન્ટ માધ્યમો પણ ઝડપી ગતિએ વિકસ્યા છે. UPI હાલમાં ભારતમાં થતા તમામ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં 40%થી વધુ હિસ્સો ધરાવે છે.

LEAVE A REPLY

nine − 7 =