India launches e-Visa facility for Canada
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતે કેનેડાના નાગરિકો માટે ઇ-વિઝાની ફેસિલિટી ફરી ચાલુ કરવાની જાહેરાત કરી છે. દેશે આ વર્ષના માર્ચમાં આશરે 150 દેશો માટે ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન (ઇ-વિઝા)નો પ્રારંભ કર્યો હતો.

ઓટ્ટાવા ખાતેના ભારતીય હાઈ કમિશન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં આ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે મંગળવાર સુધી, કેનેડિયન પાસપોર્ટ ધારકો કે જેઓ પ્રવાસન, વ્યવસાય, તબીબી અથવા કોન્ફરન્સ હેતુઓ માટે ભારતની મુલાકાત લેવા ઈચ્છે છે, તેઓ ઈ- વિઝા માટે અરજી કરી શકશે.

કેનેડાના નાગરિકોને ઈ-વિઝા જારી કરવાનું મુલતવી રાખવાનો નિર્ણય એક “પરસ્પર”નો માપદંડ હતો. એક વરિષ્ઠ ભારતીય અધિકારીએ જણાવ્યું હતું કે “ભારતીય નાગરિકોને વિઝા આપવામાં લાંબો વિલંબ” થયો હતો, કેટલાકને નવ મહિના જેટલો સમય લાગ્યો હતો.

કેનેડાના સત્તાવાળાએ તાજેતરના અઠવાડિયામાં કેટલાક બેકલોગનો નિકાલ કર્યા પછી અને વિઝા જારી કરવા માટે વેઇટિંગ પીરિયડમાં ઘટાડો કર્યો હતો. તેથી ભારતે પણ વિઝા પ્રક્રિયામાં પણ રાહત આપી છે.કેનેડિયન કે જેઓ ઈ-વિઝા માટે લાયક નથી, તેઓએ હજુ પણ BLS ઈન્ટરનેશનલ દ્વારા સંચાલિત નવ કેન્દ્રોમાંથી એક પર પેપર ડોક્યુમેન્ટ માટે અરજી કરવી પડશે. અત્યાર સુધી, અરજદારોએ એપોઇન્ટમેન્ટ બુક કરાવ્યા પછી રૂબરૂ કેન્દ્રની મુલાકાત લેવી પડતી હતી અથવા પ્રક્રિયા માટે પોસ્ટલ રૂટનો ઉપયોગ કરવો પડતો હતો.

LEAVE A REPLY

five × three =