India's Rohit Sharma and Pakistan's Babar Azam
એશિયા કપ 2022ની ટ્રોફી સાથે ભારતનો કેપ્ટન રોહિત શર્મા અને પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ (ફાઇલ ફોટો (ANI Photo/BCCI Twitter)

એશિયા કપમાં સુપર ફોરમાં રવિવાર, 4 સપ્ટેમ્બરે ફરી ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. આ ટુર્નામેન્ટની ભારત-પાકિસ્તાન વચ્ચેની પ્રથમ મેચમાં ભારતનો વિજય થયો હતો, તેથી ભારતીય ક્રિકેટ ટીમનો ઉત્સાહ ઊંચો છે.
બીજી તરફ પાકિસ્તાનની ટીમે અંતિમ ગ્રુપ મેચમાં હોંગકોંગને 150થી વધુ રનથી હરાવ્યા બાદ તેના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. ભારતને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ખોટ પડશે.ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં15 મેચ રમાઈ છે. ભારતે તેમાંથી 9 અને પાકિસ્તાનને 5 મેચમાં જીત મળી છે. એક મેચનું પરિણામ નહોતું આવ્યું. પાછલી 4 મેચમાં ભારતની જીત થઈ છે.

ભારતના હેડ કોચ રાહુલ દ્રવિડે જણાવ્યું કે, આવેશ ખાન થોડો અસ્વસ્થ છે અને આશા છે કે તે એશિયા કપ ટૂર્નામેન્ટ બાદની મેચમાં પરત ફરશે. પાકિસ્તાન સામેની ગ્રુપ મેચમાં જાડેજાને ચોથા ક્રમે બેટિંગમાં ઉતારવાનો નિર્ણય કોચ રાહુલ દ્રવિડે કર્યો હતો. આના પાછળનો હેતુ જમણા અને ડાબા હાથના બેટ્સમેનોનું સંયોજન જાળવવાનો હતો. આ ઉપરાંત રિશભ પંતને તે મેચમાં ટીમમાં લેવાયો નહતો. ભારતીય ટીમના ટોચના બેટ્સમેનોનું પાવરપ્લેમાં રક્ષણાત્મક વલણ સમસ્યારૂપ બની શકે છે. અગાઉની મેચમાં પાકિસ્તાન સામે વિરાટ કોહલી અથવા રોહિત શર્મા કરી શક્યા નહતા. ભારતે પાકિસ્તાન સામે રવિવારની મેચમાં આક્રમકણ વલણ અખત્યાર કરવું પડશે અને ટોચના ક્રમમાં પણ ફેરફાર કરવો પડશે કારણ કે રોહિત, રાહુલ અને કોહલીનું કોમ્બિનેશન અસરકારક સાબિત થયું નથી.

પાકિસ્તાનને પણ બેટિંગમાં ટોચના ક્રમમાં સુધારો કરવો પડશે. આ ઉપરાંત દુબઈની પીચ ધીમી રહેતા બેટ્સમેનો માટે પાછળથી મુશ્કેલી સર્જાતી હોવાનું જણાયું છે. આવેશની ગેરહાજરીમાં ભારતીય ટીમ ઝડપી બોલર અર્શદીપ સિંઘ અને વધારાના સ્પિનર સાથે મેદાનમાં ઉતરે તેવી સંભાવના છે. ભારત પાસે અક્ષર પટેલનો વિકલ્પ ઉપલબ્ધ છે જ્યારે દીપક હુડ્ડાને બેટિંગ ઓલરાઉન્ડર જ્યારે અશ્વિનને બોલિંગ ઓલરાઉન્ડર તરીકે અજમાવી શકાય છે.

પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં ટીમ મેનેજમેન્ટે જાડેજાને બેટિંગ ક્રમમાં પ્રમોટ કરતા ચોથા ક્રમે મોકલ્યો હતો. જેમાં તેણે સારું પ્રદર્શન કર્યું હતું અને ટીમના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.ભારતનો મિડલ ઓર્ડર મજબૂત છે. વિરાટ કોહલી લયમાં જોવા મળી રહ્યો છે. જ્યારે હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ ફોર્મમાં છે. પાકિસ્તાન સામેની મેચમાં હાર્દિક પંડ્યાએ પરિપક્વતા દેખાડી હતી અને દબાણ ભરેલી પરિસ્થિતિમાં પણ ધીરજ દેખાડીને અંતિમ ઓવરમાં સિક્સર ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. બોલિંગમાં પણ તે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જ્યારે સૂર્યકુમાર યાદવ પણ ફોર્મમાં છે.

 

LEAVE A REPLY

two × five =