India's economy grew by 13.5% GDP increase
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારતનો જીડીપી વૃદ્ધિદર જાન્યુઆરી-માર્ચના ક્વાર્ટર (Q4)માં 4.1 ટકા રહ્યો હતો. સમગ્ર વર્ષ 2021-22નો જીડીપી ગ્રોથ 8.7 ટકા રહ્યો હતો.દુનિયાભરના દેશો યુક્રેન યુદ્ધ અને કોરોનાના મહામારીને કારણે આર્થિક વૃદ્ધિ માટે મુશ્કેલી અનુભવી રહ્યું છે ત્યારે ભારતે આ સૌથી ઝડપથી વૃદ્ધિ નોંધાવી છે.

ગયા વર્ષના ચાર ક્વાર્ટર પૈકી ચોથા સૌથી નીચો ગ્રોથ જોવાયો છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO)એ મંગળવારે આ ડેટા જાહેર કર્યા હતા. અગાઉના વર્ષ 2020-21માં કોરોનાને કારણે જીડીપીમાં 6.6 ટકા નેગેટિવ ગ્રોથ જોવાયો હતો. એનએસઓના ડેટા અનુસાર વિતેલા વર્ષ 2021-22માં પ્રથમ ક્વાર્ટર (Q1)માં જીડીપી ગ્રોથ 20.1 ટકા રહ્યો હતો, Q2માં 8.4 ટકા, Q3માં 5.4 ટકા રહ્યો હતો. Q4માં સૌથી ઓછો 4.1 ટકા ગ્રોથ જોવાયો છે. અગાઉના વર્ષે Q4માં 2.5 ટકા જીડીપી ગ્રોથ જોવાયો હતો.

એનએસઓએ ગત ફેબ્રુઆરીમાં રજૂ કરેલા બીજા અંદાજમાં 2021-22 માટે 8.9 ટકા જીડીપી ગ્રોથનો અંદાજ આપ્યો હતો. આમ, તેના કરતાં પણ વાસ્તવિક ગ્રોથ નીચો આવ્યો છે. સંસદમાં ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલા આર્થિક સર્વેક્ષણમાં નવા વર્ષ 2022-23 માટે 8-8.5 ટકા જીડીપી ગ્રોથનો અંદાજ અપાયો છે.

એનએસઓના ડેટા અનુસાર 2021-22માં દેશનું રિયલ જીડીપી રૂ.147.36 લાખ કરોડ થયું હતું, જે 2020-21માં રૂ.135.58 લાખ કરોડ હતું. ગ્રોસ વેલ્યૂ એડેડ (GVA) ગ્રોથ 2021-22માં 8.1 ટકા રહ્યો હતો, જે અગાઉના વર્ષે નેગેટિવ 4.8 ટકા હતો.ન્યુફેક્ચરિંગ સેક્ટરમાં GVA ગ્રોથ 9.9 ટકા રહ્યો હતો. અગાઉના વર્ષે તેમાં 0.6 ટકા નેગેટિવ ગ્રોથ નોંધાયો હતો. માઈનિંગ અને કન્સ્ટ્રક્શન બન્ને સેક્ટરમાં GVA ગ્રોથ 11.5 ટકા રહ્યો હતો. અગાઉના વર્ષે આ બન્ને મોટા સેક્ટરમાં કોરોનાને કારણે નેગેટિવ ગ્રોથ જોવાયો હતો. જોકે કૃષિ ક્ષેત્રે ગ્રોથ સાધારણ ઘટીને 3 ટકા થયો હતો, જે અગાઉના વર્ષે 3.3 ટકા હતો. 2021-22માં વીજળી, ગેસ, વોટર સપ્લાય અને અન્ય યુટિલિટી સર્વિસીઝ સેગમેન્ટમાં 7.5 ટકા ગ્રોથ જોવાયો હતો. આ સેગમેન્ટમાં અગાઉના વર્ષે 3.6 ટકાનો નેગેટિવ ગ્રોથ જોવાયો હતો.