બર્મિગહામ ખાતેની કોમનવેલ્થ ગેમ્સ 2022ના બીજા દિવસે ભારતને મેડલ મેળવવામાં સફળતા મળી છે. ભારત તરફથી સંકેત મહાદેવ સરગરે દેશને પ્રથમ મેડલ અપાવ્યો છે.
21 વર્ષીય સંકેતે 55 કિગ્રા વેઈટ લિફ્ટિંગમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. તેમણે પહેલા જ પ્રયાસમાં 107 કિલો વજન ઉપાડ્યું છે. તે જ સમયે બીજા પ્રયાસમાં, તેણે વધુ તાકાત બતાવી અને 111 કિલો વજન ઉપાડ્યું હતુ. આ સાથે તેનો ત્રીજો પ્રયાસ પણ ઘણો સફળ રહ્યો હતો અને તેમાં તેણે 112 કિલો વજન સફળતાપૂર્વક ઉપાડ્યું હતું. તે સ્નેચમાં નંબર વન બની ગયો છે.
જોકે, ગોલ્ડ મેડલ જીતવા માટે તેમણે ક્લીન એન્ડ જર્કમાં પણ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું જરૂરી હતું અને પ્રથમ પ્રયાસમાં 138 કિગ્રાનું વજન લિફ્ટ કરી દાવેદારી પ્રબળ કરી હતીપરંતુ બીજા પ્રયાસમાં તે નિષ્ફળ ગયો હતો અને ઈજાગ્રસ્ત થયો હતો અને તેના કારણે ત્રીજો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો હતો.