વ્હાઇટ હાઉસમાં નેશનલ સિક્યુરિટી કાઉન્સિલમાં પોલિટિકલ કોમ્યુનિકેશન્સના કોઓર્ડિનેટર જોન કિર્બીREUTERS/Evelyn Hockstein

વ્હાઇટ હાઉસમાં નેશનલ સિક્યુરિટી કાઉન્સિલમાં પોલિટિકલ કોમ્યુનિકેશન્સના કોઓર્ડિનેટર જોન કિર્બીએ 5 જૂને જણાવ્યું હતું કે “અમેરિકન વહીવટીતંત્ર ક્યારેય લોકશાહી સાથે જોડાયેલી સમસ્યાઓને વ્યક્ત કરવામાં પાછળ પડ્યું નથી. જો આપણે ભારતમાં લોકશાહીની વાત કરીએ તો, ભારત એક વાઇબ્રન્ટ લોકશાહી છે. ભારતની રાજધાની દિલ્હીની મુલાકાત લેનાર કોઈપણ વ્યક્તિ આ જોઈ શકે છે. તે ભારતીય લોકશાહી છે. જીવંત અને કોઈ જોખમ નથી.”

ભારતની લોકશાહી અંગે કેટલાંક લોકોએ આશંકા વ્યક્ત કરી રહ્યાં છે ત્યારે વ્હાઇટહાઉસના આ નિવેદનનું વિશેષ મહત્ત્વ છે. એમ મોદીના 21 થી 24 જૂન અમેરિકા પ્રવાસના થોડા દિવસો પહેલા આ મોટા નિવેદનથી સ્પષ્ટ છે કે અમેરિકા હવે ભારતને પોતાના મિત્ર અને મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે જુએ છે. ભારત-અમેરિકાના મજબૂત સંબંધોની ઝલક બતાવવા ઉપરાંત આવનારા સમયમાં બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને તેવી પણ શક્યતા છે.

વ્હાઈટ હાઉસ તરફથી આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી અમેરિકાના છ દિવસના પ્રવાસમાં સતત પ્રચાર કરતા રહ્યા હતા કે ભાજપ શાસનમાં ભારતમાં લોકતાંત્રિક મૂલ્યોનું ધોવાણ થઈ રહ્યું છે અને વિપક્ષ મજબૂતીથી સાંપ્રદાયિક તાકતો સામે લડી રહ્યો રહ્યો છે.

મોદીને ડીનર માટે આમંત્રણના કારણ અંગે પૂછવામાં આવતા કિર્બીએ કહ્યું કે, સંરક્ષણ મંત્રી લોઈડ ઓસ્ટિને ભારત સાથે કેટલાક વિશેષ સંરક્ષણ સહયોગની જાહેરાત કરી છે. અમે ભારત અને અમેરિકાના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માગીએ છીએ. બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં આર્થિક વેપારમાં નોંધપાત્ર વધારો થયો છે. ભારત પેસિફિક ક્વાડ જૂથનું સભ્ય છે અને ઈન્ડો-પેસિફિક સુરક્ષાના સંબંધમાં અગ્રણી મિત્ર છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારત અનેક સ્તર પર અમેરિકાનું મજબૂત ભાગીદાર છે. ગયા મહિને અમેરિકન વિદેશ મંત્રાલયે દુનિયામાં ધાર્મિક સ્વતંત્રતા મુદ્દે તેનો વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં ભારતમાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની ૨૦થી વધુ ઘટનાઓનો ઉલ્લેખ કરાયો હતો, પરંતુ આ રિપોર્ટ રજૂ કરતી વખતે અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને  અન્ય દેશોની જેમ ભારતનું નામ નહોતું લીધો. તેમણે ધાર્મિક સ્વતંત્રતા માટે ચીન, ઈરાન, મ્યાંમાર અને નિકારાગુઆ પર નિશાન સાધ્યું હતું. પરંતુ ભારતનો ઉલ્લેખ નહોતો કર્યો.

 

 

LEAVE A REPLY