World coconut day

જૂનાગઢમાં રાજ્યની સૌ પ્રથમ કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની ઓફિસનું ભારત સરકારના કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે  શુક્રવારે ઉદઘાટન કર્યું હતું. આ વેળાએ કૃષિ પ્રધાને જણાવ્યું હતું કે, ભારતમાં વિશ્વના 31 ટકા નાળિયેરના ઉત્પાદન થાય છે. જ્યારે ગુજરાતમાં નાળીયેરીનું 25,000 હેકટર વિસ્તારમાં વાવેતર થાય છે, જેમાંથી 15,000 હેકટર વાવેતર વિસ્તાર ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં છે. વર્ષ 2021-22માં ભારતમાં નાળીયેરનું ઉત્પાદન 1924.7 કરોડ ફળનું થયું હતું. ભારતમાં હેકટર દીઠ 9430 ફળનું ઉત્પાદન થાય છે અને નાળીયેરની ખેતી 21.10 લાખ હેકટર વિસ્તારમાં થાય છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જૂનાગઢમાં કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની કચેરી કાર્યરત થવાથી સમગ્ર ગુજરાતના નાળીયેરીના ખેડૂતોને ફાયદો મળશે. ભારતમાં નારિયેળની ખેતી સાથે પ્રોસેસિંગ અને માર્કેટ પણ વધી રહ્યું છે અને આપણો દેશ નિકાસની બાબતમાં પણ અગ્ર સ્થાને આવી ગયો છે. બોર્ડ દ્વારા નાળિયેરની ખેતી કરતા ખેડૂતોને સરકારની યોજનાઓનો લાભ મળી રહ્યો છે અને તેમની આવકમાં વધારો થવાની સાથે તેઓ દેશના અર્થતંત્રમાં પણ યોગદાન આપી રહ્યા છે. રાજ્યના કૃષિમંત્રીએ આ કચેરીનો પ્રારંભ થવાથી નાળીયેરના ઉત્પાદનમાં વેગ મળશે તેમ જણાવ્યું હતું. આ નિમિત્તે વિશ્વ કોકોનટ દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

7 + 11 =