Nasal vaccine approved for Corona in India

ભારતમાં શુક્રવાર, 23 ડિસેમ્બરે પુખ્ત વયના લોકો માટે બૂસ્ટર ડોઝ તરીકે કોરોના રસીકરણ કાર્યક્રમમાં ઇન્ટ્રાનેઝલ કોવિડ રસીનો સમાવેશ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ચાઇના અને કેટલાક અન્ય દેશોમાં કોરોના કેસોમાં વધારા વચ્ચે ભારતમાં વેક્સિનની ઉપલબ્ધતામાં વધારો થશે. આ નીડલ ફ્રી વેક્સિનને અગાઉ નવેમ્બરમાં ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની મંજૂરી મળી હતી.

ભારત બાયોટેક દ્વારા ઉત્પાદિત આ રસી અત્યારે ફક્ત ખાનગી કેન્દ્રો પર જ ઉપલબ્ધ થશે. જેમણે કોવિશિલ્ડ અને કોવેક્સિનના ડોઝ લીધા છે, તેઓ બૂસ્ટર ડોઝ તરીકે નેઝલ વેક્સિન લઈ શકે છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, જે લોકોએ કોરોનાની રસીના બન્ને ડોઝ લઈ લીધા છે તેઓ બૂસ્ટર ડોઝ તરીકે નેઝલ વેક્સિન લઈ શકે છે. ભારત બાયોટેકનો દાવો છે કે નાકના માધ્યમથી લેવામાં આવતી આ રસી અત્યાર સુધી ઉપયોગમાં લેવામાં આવતી રસીઓથી બિલકુલ અલગ છે અને અસરકારક પણ છે. આ રસી લેવા માટે નીડલની જરુર નહીં પડે. તેનો ઉપયોગ સરળ છે. ફાર્મા કંપનીનો દાવો છે કે, વાયરસ શરીરમાં પ્રવેશે તેવામાં જ તેનો નાશ કરવાની ક્ષમતા આ રસીમાં છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, દેશમાં એક દિવસસાં કોરોનાના 185 નવા કેસ નોંધાયા હતા. જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 3,402 થઈ હતી.

LEAVE A REPLY

thirteen − two =