Action Images via Reuters/Jason Cairnduff

ભારતીય ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસમાં રમાનારી ટી-૨૦ અને વન-ડે સીરીઝ માટેની ભારતીય ટીમમાં કોરોનાગ્રસ્ત થવાના કારણે ટેસ્ટ મેચ ગુમાવી ચૂકેલો સુકાની રોહિત શર્મા ટી-૨૦ અને વન-ડે સીરીઝમાં ફરી ટીમનું નેતૃત્વ કરશે. ટી-૨૦ની શ્રેણી ૭મી જુલાઈથી શરૂ થશે. ૯ અને ૧૦ જુલાઈએ બીજી અને ત્રીજી ટી-૨૦ રમાશે. 12 જુલાઈથી ત્રણ વન-ડેની સીરીઝ શરૂ થશે.

પ્રથમ ટી-૨૦ માટેની ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ત્રિપાઠી, દિનેશ કાર્તિક (વિ.કી.), હાર્દિક પંડયા, વેંકટેશ ઐયર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભૂવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, આવેશ ખાન, અર્ષદીપ સિંઘ અને ઉમરાન મલિક.

બીજી અને ત્રીજી ટી-૨૦ માટેની ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), કિશન, કોહલી, સૂર્યકુમાર, હૂડા, શ્રેયસ ઐયર, ડી.કાર્તિક (વિ.કી.), પંત (વિ.કી.), હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા, ચહલ, અક્ષર પટેલ, બિશ્નોઈ, બુમરાહ, ભૂવનેશ્વર કુમાર, આવેશ ખાન, હર્ષલ પટેલ અને ઉમરાન મલિક.

વન-ડે સીરીઝની ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિ.કી.), હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, બુમરાહ,  પ્રસિદ્ધ ક્રિશ્ના, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને અર્ષદીપ સિંઘ.

ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ કાર્યક્રમ

૭ જુલાઈ       પ્રથમ ટી-૨૦   સાઉધમ્પ્ટન

૯ જુલાઈ       બીજી ટી-૨૦    બર્મિંગહામ

૧૦ જુલાઈ     ત્રીજી ટી-૨૦    નોટિંગહામ

૧૨ જુલાઈ     પ્રથમ વન ડે   ઓવલ

૧૪ જુલાઈ     બીજી વન ડે    લોર્ડઝ

૧૭ જુલાઈ     ત્રીજી વન ડે    માંચેસ્ટર

પ્રથમ ટી-૨૦ રાત્રે ૧૦.૩૦થી, બીજી અને ત્રીજી ટી-૨૦ સાંજે ૭થી, પ્રથમ બે વન-ડે સાંજે ૫.૩૦થી અને આખરી વન ડે બપોરે ૩.૩૦થી (ભારતીય સમય) શરૂ થશે.