India test-fired Agni-5 ballistic missile after clash with China
ANI

અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચેની તાજેતરની અથડામણ પછી ભારતે ગુરુવાર, 15 ડિસેમ્બરે ભારતે અગ્નિ-5 બેલેસ્ટિક પરમાણુ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલ ભૂમિ પરથી ભૂમિ પર હુમલો કરવા સક્ષમ છે. સંરક્ષણ નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ મિસાઈલ બેઈજિંગ, શાંઘાઈ, ગુઆંગઝુ અને હોંગકોંગ સહિત સમગ્ર ચીનને નિશાન બનાવવામાં સક્ષમ છે.

સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે મિસાઈલ પર સ્થાપિત નવી ટેક્નોલોજી અને સાધનોનું પરીક્ષણ કરવા માટે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલ હવે પહેલા કરતા હલકી થઈ ગઈ છે. એટલું જ નહીં પણ જરૂર પડ્યે અગ્નિ-5 મિસાઈલની રેન્જ વધારવાની ક્ષમતા પણ વિકસાવવામાં આવી છે.

અગ્નિ શ્રેણીની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ DRDO અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. ઘણા રિપોર્ટમા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે નવી અગ્નિ મિસાઈલની ફાયર કરવાની શક્તિ 5,000 થી 8,000 કિમી છે. આ મિસાઈલનું વજન 50 ટન છે. તેમજ અગ્નિ-5 ની ઊંચાઈ 17 મીટર અને વ્યાસ 2 મીટર છે. અને તે 1.5 ટન સુધીના પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે. અગ્નિ-5 અવાજની 24 ગણી ઝડપ સાથે મુકાબલો કરી શકે છે.

‘અગ્નિ-5’ આપણી બીજી શ્રેણીઓમાનું સૌથી આધુનિક હથિયાર છે. તેની પરમાણુ સામગ્રી વહન કરવાની ક્ષમતા અન્ય મિસાઈલ પ્રણાલીઓ કરતા ઘણી વધારે છે.

ઇન્ટર-કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ સિસ્ટમ ધરાવતી આવી મિસાઇલ બહુ ઓછા દેશો પાસે છે, જેમાં પાકિસ્તાન પાસે આવી મિસાઇલ નથી.જ્યારે અમેરિકા, ચીન, રશિયા, ફ્રાન્સ અને ઉત્તર કોરિયાનો પાસે છે.

LEAVE A REPLY

seventeen + 11 =