કોવિડ-19 સામેની લડાઈમાં આર્થિક રીતે નબળા દેશોને ખૂબ જ મોટી સંખ્યામાં રસીના ડોઝ આપવા બદલ ભારતની વિશ્વભરમાં પ્રશંસા થઈ રહી છે. અનેક અમીર દેશ પોતાના નાગરિકો માટે રસીના જથ્થાને સાચવી રહ્યું છે ત્યારે ભારતે પાડોશી દેશો પછી હવે કેરેબિયન દેશોને રસી મોકલી રહ્યું છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ હવે ભારતનું આયોજન લેટિન અમેરિકા, કેરેબિયન દેશો, એશિયા અને આફ્રિકા કોન્ટિનેન્ટની સાથે કુલ ૪૯ દેશમાં રસી મોકલવાનું છે. આ રસી ફ્રીમાં આપવામાં આવશે. ભારતે વેકસીન ફ્રેન્ડશીપ અંતર્ગત ૨૨.૯ મિલિયન વેકસીન ડોઝ વિદેશોમાં મોકલાવ્યા છે, જેમાંથી ૬૪.૭ લાખ ડોઝ અનુદાનમાં આપ્યા છે. ભારતે ડોમિનિકાને ૭૦ હજાર ડોઝ આપ્યા છે. આ સાથે ૩૦ હજાર ડોઝ ભેટમાં આપ્યા છે. વેકસીનના આ ડોઝ ડોમિનિકાની વસતી માટે પર્યાપ્ત છે. ભારતે યુનાઇટેડ નેશન્સ પીસ મિશન માટે બે લાખ ડોઝ ભેટમાં આપવાનું વચન આપ્યું છે.
ભારત સરકારે નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાંર, સેશેલ્સ અને માલદીવ જેવા પાડોશી દેશોને રસી મોકલાવી છે.