Virat Kohli upset after his hotel room video was leaked in Perth
. (ANI Photo)

આ મહિને જ યુએઈમાં શરૂ થનારી એશિયા કપ ટી-20 ટુર્નામેન્ટ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમની જાહેરાત સોમવારે કરી હતી. ટુર્નામેન્ટ 27 ઓગસ્ટે શરૂ થશે અને 11 સપ્ટેમ્બરે ફાઇનલ રમાશે. ભારતીય ટીમમાં ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલી અને કે. એલ. રાહુલને ફરી તક અપાઈ છે, તો ટીમનો મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પીઠની તકલીફના કારણે આરામમાં રહેશે. 

ભારત 28 ઓગસ્ટે પાકિસ્તાન સામેની મેચ સાથે ટુર્નામેન્ટનો આરંભ કરશે. ટીમ આ મુજબ છેઃ રોહિત શર્મા (કેપ્ટન)કે. એલ. રાહુલવિરાટ કોહલીસૂર્યકુમાર યાદવદીપક હુડાઋષભ પંતદિનેશ કાર્તિકહાર્દિક પંડ્યારવિન્દ્ર જાડેજારવિચન્દ્રન અશ્વિનયુઝવેન્દ્ર ચહલરવિ બિશ્નોઈભુવનેશ્વર કુમારઅર્શદીપ સિંહ તથા આવેશ ખાન.  સૌથી ચોંકાવનારી વાત એ છે કે શ્રેયસ અય્યરને તક અપાઈ નથી, તો સંજુ સેમસનને પણ નજરઅંદાજ કરાયો છે.